News Continuous Bureau | Mumbai
શાહિદ કપૂરના (Shahid Kapoor) ચાહકો જાણે છે કે તે ઓટીટી ડેબ્યૂ (OTT debut) કરવા માટે તૈયાર છે. એવી ચર્ચા છે કે તે સુપરસ્ટાર વિજય સેતુપતિ (Vijay Setupati) અને અમોલ પાલેકર 9Amol Parlekar) સાથે સ્ક્રીન સ્પેસ શેર કરશે. વેબ સિરીઝનું નામ છે- 'ફરઝી' (Farzi), જેનું નિર્દેશન રાજ અને ડીકે (Raj and DK) કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વેબ સિરીઝ નકલી પૈસા અને ગેંગસ્ટર્સની આસપાસ ફરે છે. મીડિયા માં પ્રકાશિત થયેલા એક સમાચાર અનુસાર, શાહિદ કપૂરે વેબ સિરીઝમાં જોડાવા પર કહ્યું, 'હું OTT પર ડેબ્યૂ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું અને 'ફરઝી' 9Farzi) એક રસપ્રદ શો છે. અમારી પાસે શાનદાર કાસ્ટ છે અને એકદમ નવો શો છે. તમને જણાવી દઈએ કે શાહિદ કપૂરની વેબ સિરીઝની (web series)ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે.
શાહિદે એમ પણ કહ્યું કે, 'ધ ફેમિલી મેન'ની (The family man) બંને સીઝન જોયા બાદ હું રાજ અને ડીકે (Raj and DK)સાથે કામ કરવા માંગતો હતો. તેમણે મહાન મનોજ બાજપેયી (Manoj Bajpayee) સાથે કામ કર્યું હતું. તે પછી, મારી પાસે પૂરતી હિંમત હતી કે હું તેને મારી જાતને કાસ્ટ કરવા માટે કહી શકું. હું આભારી છું કે તેઓ મને શોમાં લેવા સંમત થયા.બીજી તરફ, જ્યારે વિજય સેતુપતિએ (Vijay Setupati) તેનું શૂટિંગ શરૂ કર્યું ત્યારે તેણે પોતાના અનુભવ વિશે જણાવ્યું, 'હું શૂટિંગના પહેલા દિવસે નર્વસ હતો, કારણ કે મારે શાહિદ જેવા માસ્ટર એક્ટર સાથે કામ કરવાનું હતું. અમારી સાથેના પ્રથમ કેટલાક દ્રશ્યો દરમિયાન તે ખૂબ જ સરસ અને મસ્ત હતો. હું ખરેખર ખુશ છું કે મને આ તક મળી છે.
આ સમાચાર પણ વાંચો: વિદેશમાં ધમાલ મચાવવા તૈયાર છે બોલિવૂડ ની આ અભિનેત્રી,બની કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ના જ્યુરીનો ભાગ
વર્ક ફ્રન્ટ ની વાત કરીએ તો શાહિદ કપૂરની ફિલ્મ 'જર્સી' (Jersey)થોડા દિવસો પહેલા જ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. 'જર્સી'માં શાહિદના કામના વખાણ થઈ રહ્યા છે. આ ફિલ્મમાં મૃણાલ ઠાકુર (Mrunal Thakur) અને પંકજ કપૂર (Pankaj Kapoor) પણ મુખ્ય ભૂમિકામાં છે. બીજી તરફ વિજય સેતુપતિએ સંતોષ સિવાનની 'મુંબઈકર'નું (Mumbaikar) કામ પૂર્ણ કરી લીધું છે, જે તમિલ થ્રિલર 'મનાગરમ'ની (Managram) હિન્દી રિમેક છે.