Site icon

Shahrukh Akshay and Ajay: શાહરુખ ખાન, અક્ષય કુમાર અને અજય દેવગન ની મુશ્કેલી વધી, આ મામલે કોર્ટે ત્રણેય કલાકાર વિરૃદ્ધ જારી કરી નોટિસ

Shahrukh Akshay and Ajay: શાહરુખ ખાન, અક્ષય કુમાર અને અજય દેવગણ ફરી ચર્ચા માં આવ્યા છે. આ ત્રણે સ્ટાર્સ એક પાન મસાલા ની એડ માં સાથે જોવા મળ્યા હતા. હવે આ પાન મસાલા ની એડ ને કારણે ત્રણે સ્ટાર્સ ને કોર્ટે નોટિસ મોકલી છે.

shahrukh akshay and ajay court issued notice against all three stars

shahrukh akshay and ajay court issued notice against all three stars

News Continuous Bureau | Mumbai

Shahrukh Akshay and Ajay: બોલિવૂડના સુપરસ્ટાર્સ શાહરૂખ ખાન, અક્ષય કુમાર અને અજય દેવગન તેમના શાનદાર અભિનય માટે જાણીતા છે. ફિલ્મો સિવાય ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ વિવિધ બ્રાન્ડ અને કંપનીઓની જાહેરાત કરીને સારી કમાણી કરે છે. દરમિયાન, તાજેતરમાં કિંગ ખાન, અક્ષય કુમાર અને અજય દેવગન એક પાન મસાલા એડમાં સાથે જોવા મળ્યા હતા, પોતાના ફેવરિટ સ્ટાર્સ ને પાન મસાલા ની એડ માં જોયા પછી લોકોએ સોશિયલ મીડિયા પર તેમને ખૂબ ટ્રોલ કર્યા હતા. જે બાદ અક્ષય કુમારે આ જાહેરાત માટે માફી પણ માંગી હતી. આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે આ એડને લઈને ત્રણેય સ્ટાર્સ વિરુદ્ધ નોટિસ જારી કરવામાં આવી છે. 

Join Our WhatsApp Community

 

શાહરુખ, અક્ષય અને અજય ની મુશ્કેલી વધી 

શાહરૂખ ખાન, અક્ષય કુમાર અને અજય દેવગન માટે પાન મસાલા ની જાહેરાત કરવી ભારે પડી છે. વાત એમ છે કે, એક અરજદારે આ સુપરસ્ટાર્સ ને ઉચ્ચ સન્માન મળ્યા પછી પણ પાન મસાલા કંપનીઓની જાહેરાતો સામે કોર્ટ પાસે કાર્યવાહીની માંગ કરી છે. જે બાદ આ અરજી પર સુનાવણી કરતી વખતે અલ્હાબાદ કોર્ટની લખનૌ બેંચ દ્વારા આ ત્રણેય કલાકારો સામે નોટિસ જારી કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જો આ કેસની સુનાવણીની વાત કરીએ તો તેની આગામી સુનાવણી 9 મે, 2024ના રોજ થવાની છે. આ નોટિસ ને જોતા એવું લાગી રહ્યું છે કે,આ મામલે આ ત્રણેય સ્ટાર્સ ની મુશ્કેલી વધવાની છે.  

શું છે મામલો 

એક વકીલે પદ્મશ્રી પુરસ્કાર વિજેતા અભિનેતાઓ વિરુદ્ધ અરજી દાખલ કરી છે જેઓ સામાન્ય લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતા ઉત્પાદનો અને સેવાઓની જાહેરાત અને સમર્થન કરે છે. જેના સંદર્ભમાં કોર્ટે ઓગસ્ટ 2023માં કેબિનેટ સચિવ, ચીફ કમિશનર અને સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીને નોટિસ મોકલી હતી. અરજીના જવાબમાં, હાઇકોર્ટે કેન્દ્ર સરકારના કેબિનેટ સચિવને નોટિસ પાઠવી હતી. આ પછી, ડેપ્યુટી સોલિસિટર જનરલ ના જણાવ્યા અનુસાર, કેન્દ્રએ અક્ષય કુમાર, શાહરૂખ ખાન અને અજય દેવગનને કારણ બતાવો નોટિસ જારી કરી છે.

આ સમાચાર પણ વાંચો : Shah Rukh Khan : 58 વર્ષની ઉંમરમાં પણ એકદમ ફિટ છે બોલીવુડનો કિંગ ખાન, ડીડીએલજે ફિલ્મમાં પહેરેલું એ જ ટી-શર્ટ થઇ ગયું ફિટ.. જણાવ્યું આ પાછળનું રહસ્ય.

Shahid Kapoor and Rashmika Mandanna: શાહિદ-રશ્મિકાનો ડબલ ધડાકો! ‘કૉકટેલ 2’ બાદ વધુ એક મોટી ફિલ્મ લાગી હાથ, અમિત શર્માની ફિલ્મમાં જમાવશે રોમેન્ટિક જોડી
Ghooskhor Pandat’: કેન્દ્ર સરકારની લાલ આંખ: વિવાદ વકરતા નેટફ્લિક્સે ‘ઘૂસખોર પંડિત’નું ટીઝર હટાવ્યું, પ્રમોશન પર પણ લાગી રોક
O Romeo Controversy: શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’ પર સંકટના વાદળો: ગેંગસ્ટર હુસૈન ઉસ્તરાની પુત્રીએ ફિલ્મ રોકવા કોર્ટમાં કરી અરજી, જાણો શું છે વિવાદ
Shakti Shalini Update: શક્તિ શાલિની’ માં ઓસ્કાર નોમિનેટેડ અભિનેતાની એન્ટ્રી: અનીત પડ્ડા સાથે જામશે જોડી, જાણો ફિલ્મ વિશેની લેટેસ્ટ અપડેટ
Exit mobile version