Site icon

Shahrukh khan-salman khan: બાપ્પા ના આશીર્વાદ લેવા મહારાષ્ટ્ર ના મુખ્યમંત્રી એકનાથ શિંદે ના ઘરે પહોંચ્યા શાહરુખ ખાન અને સલમાન ખાન, પઠાણ અને ટાઇગર ને એક સાથે જોઈ ચાહકો થઇ ગયા ખુશ

Shahrukh khan-salman khan: સલમાન ખાન અને શાહરૂખ ખાન બાપ્પાના આશીર્વાદ લેવા માટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના ઘરે પહોંચ્યા હતા. આ દરમિયાન બંનેના લુકની ખૂબ ચર્ચા થઈ રહી છે.

shahrukh khan and salman khan visites ganpati puja at maharashtra cm eknath shinde residence

shahrukh khan and salman khan visites ganpati puja at maharashtra cm eknath shinde residence

News Continuous Bureau | Mumbai 

Shahrukh khan-salman khan: બોલિવૂડ નો કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન આ દિવસોમાં તેની ફિલ્મ જવાનની સફળતાનો આનંદ માણી રહ્યો છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. બીજી તરફ સલમાન ખાન તેની આગામી ફિલ્મ ટાઈગર 3ને લઈને ચર્ચામાં છે. આ દરમિયાન બંને સુપરસ્ટાર ખાન ગઈકાલે રાત્રે સાથે જોવા મળ્યા હતા. વાસ્તવમાં સલમાન ખાન અને શાહરૂખ ખાન ગણપતિ પૂજા માટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના ઘરે પહોંચ્યા હતા. 

Join Our WhatsApp Community

શાહરુખ ખાન અને સલમાન ખાને લીધા બાપ્પા ના આશીર્વાદ 

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે ના ઘરે ગણપતિ પૂજામાં શાહરૂખ ખાન અને સલમાન ખાન બાપ્પા ના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા, બન્ને સુપરસ્ટાર ને એક સાથે જોઈને ચાહકો ખૂબ જ ખુશ થયા હતા. આ દરમિયાન બન્ને નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે શાહરૂખ અને સલમાન મુખ્યમંત્રી સાથે પોઝ આપી રહ્યા છે. બન્ને ના લુકની વાત કરીએ તો શાહરૂખે બ્લૂ કલર નો પઠાણી કુર્તા અને પાયજામા પહેર્યો છે, જ્યારે સલમાન ખાન લાલ રંગના કુર્તા પાયજામા માં જોવા મળી રહ્યો છે. 

શાહરુખ ખાન અને સલમાન ખાન નું વર્ક ફ્રન્ટ 

શાહરુખ ખાન ના વર્ક ફ્રન્ટ ની વાત કરીએ તો કિંગ ખાન રાજકુમાર હીરાની નિર્દેશિત ફિલ્મ ડંકી માં જોવા મળશે. આ ફિલ્મ માં તેની સાથે તાપસી પન્નુ પણ મુખ્ય ભૂમિકા માં છે. બીજી તરફ સલમાન ખાન ના વર્ક ફ્રન્ટ ની વાત કરીએ તો ભાઈજાન ટાઇગર 3 માં જોવા મળશે. આ ફિલ્મમાં સલમાન ની સાથે કેટરીના કૈફ મુખ્ય ભૂમિકામાં છે. તેમજ શાહરુખ ખાન પણ ટાઇગર 3 માં કેમિયો કરતો જોવા મળશે.

આ  સમાચાર પણ વાંચો : Mukesh Ambani: કડક સુરક્ષા વચ્ચે લાલબાગચા રાજા ના દર્શન કરવા પહુચ્યો અંબાણી પરિવાર, સોશિયલ મીડિયા પર વાયરલ થયા ફોટા અને વિડીયો

Katrina Kaif and Vicky Kaushal: કેટરીના કૈફ અને વિક્કી કૌશલ બન્યા માતા-પિતા, હોસ્પિટલ એ આપ્યું માતા અને દીકરા નું સ્વાસ્થ્ય અપડેટ
Somy Ali on Salman khan: સોમી અલી એ સલમાન ખાન પર ફરી લગાવ્યો ગંભીર આરોપ, વિડીયો શેર કરી કહી આવી વાત
Shraddha Kapoor: શ્રદ્ધા કપૂર બની ‘જૂડી હોપ્સ’નો અવાજ,બોલિવૂડની ‘ક્યૂટ ગર્લ’ નું ડિઝની વર્લ્ડમાં ધમાકેદાર ડેબ્યુ!
Shahrukh khan King: શાહરૂખ ખાનની ‘કિંગ’માં હશે 15 દિગ્ગજ અભિનેતાઓ! જાણો કોણ કોણ જોડાશે?
Exit mobile version