News Continuous Bureau | Mumbai
ડંકી બાદ હવે શાહરુખ ખાને તેની આગામી ફિલ્મ ની તૈયારી શરૂ કરી દીધી છે. હવે શાહરુખ ખાન તેની આગામી ફિલ્મમાં પુત્રી સુહાના સાથે જોવા મળશે. મોટા પડદા પર સુહાના ખાન ની આ ડેબ્યુ ફિલ્મ હશે.જોકે,સુહાના OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ ની ફિલ્મ ‘ધ આર્ચીઝ’ થી તેના એક્ટિંગ કરિયર તેની શરૂઆત કરવા જઈ રહી છે. હવે મીડિયા માં એવા સમાચાર વહેતા થયા છે કે, શાહરુખ ખાન અને સુહાના ખાન ની આ ફિલ્મ એક્શન થ્રિલર હશે. હવે આ ફિલ્મ ના નામ થી સાથે સાથે ફિલ્મ ના શૂટિંગ ની પણ તારીખ સામે આવી છે.
શાહરુખ ખાન અને સુહાના ખાન ની ફિલ્મ નું નામ
મીડિયા રિપોર્ટ મુજબ શાહરૂખ અને સુહાનાની આ ફિલ્મનું નામ ‘કિંગ’ હશે. એવા પણ સમાચાર છે કે કિંગ ખાન આ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે જાન્યુઆરીમાં શરૂ કરશે. મીડિયા રિપોર્ટ માં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફિલ્મ એક્શન થ્રિલર થી ભરપૂર હશે, જેમાં શાહરુખ ખાન અને સુહાના ખાન એકદમ અલગ અંદાજમાં જોવા મળશે.
આ સમાચાર પણ વાંચો : Shahrukh khan: વર્લ્ડ કપ 2023 ની ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ની ફાઇનલ મેચ જોવા પહોંચેલા શાહરુખ ખાને સ્ટેડિયમ માં કર્યું એવું કામ કે થયા કિંગ ખાન ના વખાણ, જુઓ વિડિયો
તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ નું પ્રી-પ્રોડક્શન વર્ક પૂર્ણ થઈ ગયું છે. સુજોય ઘોષ શાહરુખ ખાન અને સુહાના ખાનની ફિલ્મ ‘કિંગ’નું નિર્દેશન કરવા જઈ રહ્યા છે. ફિલ્મનો મુખ્ય પ્લોટ ઈમોશનલ છે અને તેમાં ઘણા ટ્વિસ્ટ અને ટર્ન્સ જોવા મળશે. આ ફિલ્મ શાહરૂખ ખાનના પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ અને સિદ્ધાર્થ આનંદના પ્રોડક્શન હાઉસ માર્ફ્લિક્સ એન્ટરટેનમેન્ટ દ્વારા બનાવવામાં આવી રહી છે.