News Continuous Bureau | Mumbai
Shahrukh khan nita ambani:બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન તેના આખા પરિવાર સાથે મુકેશ અંબાણીના ઘરે ગણપતિ બાપ્પાના દર્શન કરવા ગયો હતો. આ દરમિયાન કિંગ ખાને બાપ્પા ના આશીર્વાદ લીધા હતા. આ દરમિયાન શાહરૂખ ખાનનો એક વીડિયો સામે આવ્યો છે, જે ઈન્ટરનેટ પર આવતાની સાથે જ વાયરલ થઈ ગયો છે. આ ક્લિપમાં નીતા અંબાણી ઉત્સાહ પૂર્વક શાહરુખ ખાન ને ગળે લગાવે છે. બંનેની આ સ્ટાઇલ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.
શાહરુખ ખાન અને નીતા અંબાણી નો વિડીયો
સોશિયલ મીડિયા પર શાહરૂખ ખાનની એક ક્લિપ સામે આવી છે, જેને જોઈને ચાહકો પાગલ થઈ ગયા છે. આ વીડિયોમાં નીતા અંબાણી શાહરુખ ખાન ને જોઈ ને ઉત્સાહિત થઇ ગઈ હતી અને બન્ને એકબીજા ને ગળે લગાવી ને ખુશી થી ઝૂમી ઉઠ્યા હતા. વીડિયોમાં શાહરૂખ ખાન અને નીતા અંબાણી વચ્ચે નું બોન્ડિંગ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાન અને મુકેશ અંબાણીના પરિવારો વચ્ચે ઘણા સારા સંબંધો છે.
View this post on Instagram
શાહરુખ ખાન ના વિડીયો પર લોકો ની પ્રતિક્રિયા
તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાન અને નીતા અંબાણીની આ ક્લિપ પર ચાહકો પ્રેમ વરસાવી રહ્યા છે.એક ચાહકે લખ્યું છે કે, શાહરૂખને જોઈને નીતા જી આટલા ઉત્સાહિત કેમ છે? તે નાની ચાહક છોકરીની જેમ કૂદી રહી છે. અન્ય એકે કમેન્ટ કરી છે કે, નીતા અંબાણીએ કેટલી ઉર્જા સાથે શાહરૂખને ગળે લગાવ્યો. મુકેશ અંબાણીના ગણપતિ સેલિબ્રેશનમાં બોલિવૂડના અનેક સ્ટાર્સે ભાગ લીધો હતો. આ યાદીમાં દીપિકા પાદુકોણનું નામ પણ સામેલ છે.
આ સમાચાર પણ વાંચો : Ganesh Chaturthi 2023: અંબાણીના ઘરમાં ધામધૂમથી પધાર્યા ગણપતિ બાપ્પા, આખા પરિવારે હોંશે હોંશ ગણેશ ચતુર્થીની કરી ઉજવણી.. જુઓ વિડીયો