Site icon

આજે પણ માત્ર નામ પૂરતું છે, ડ્રગના વિવાદ છતાં શાહરુખ ખાન છે, ‘કિંગ’; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 27 ઑક્ટોબર, 2021 

Join Our WhatsApp Community

બુધવાર

 

ઉદ્યોગ નિષ્ણાતોએ આ દાવો કર્યો છે કે હિન્દી ફિલ્મોના સદાબહાર અભિનેતા શાહરુખ ખાન ભારતના સૌથી પ્રિય 'બ્રાન્ડ્સ'માંથી એક છે. ઉદ્યોગના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ડ્રગના વિવાદે તેની જાહેરાત પ્રવૃત્તિઓ પર થોડો અંકુશ મૂક્યો હશે, પરંતુ એનાથી કૉર્પોરેટ્સમાં સુપરસ્ટારની લોકપ્રિયતા ઓછી થઈ નથી. કથિત ડ્રગ કેસમાં તેના પુત્ર આર્યન ખાનની ધરપકડ પર વિવાદ શરૂ થયા પછી તરત જ ઘણી કંપનીઓએ કિંગ ખાનની જાહેરાતો બ્લૉક કરી દીધી. એમાંથી ઘણા હવે સ્ક્રીન પર પાછા ફર્યા છે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ હ્યુમન બ્રાન્ડ્સના ચીફ મેન્ટર સંદીપ ગોયલે જણાવ્યું હતું કે, “શાહરુખ ભારતની સૌથી પ્રિય હ્યુમન બ્રાન્ડ્સમાંથી એક છે. ક્રૂઝ ડ્રગ્સ મામલે તેને થોડા સમય માટે અસર કરી, પરંતુ એનાથી લોકોમાં તેની લોકપ્રિયતા ઓછી થઈ નહીં. એ આશ્ચર્યજનક નથી કે શાહરુખ ફરીથી જાહેરાતોમાં દેખાવા લાગ્યો છે!'

એક ઍડવર્ટાઇઝિંગ ફર્મના વરિષ્ઠ એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું કે જે બ્રાન્ડ્સ શાહરુખ ખાનની જાહેરાત કરે છે એ તેના વ્યક્તિત્વ અને વશીકરણને ધ્યાનમાં લઈને ઘણું બધું મેળવે છે, જે તમામ વય જૂથોના પ્રેક્ષકોને આકર્ષે છે. શાહરુખ બ્રાન્ડ માટે લોકપ્રિય પસંદગી છે. તે અગાઉ ડિશ ટીવી’, ‘હ્યુન્ડાઈ’, ‘પેપ્સી’, ‘ડી ડેકોરજેવી અન્ય ઘણી બ્રાન્ડ્સની જાહેરાતોમાં દેખાયો હતો.

ડ્રગ્સ કેસ: આર્યન ખાનને લાગ્યો મોટો ઝટકો, આજે ન મળ્યા જામીન, આવતીકાલે આટલા વાગ્યે ફરી થશે સુનાવણી

કેડબરી ચૉકલેટ્સનું ઉત્પાદન કરતી અગ્રણી કન્ફેક્શનરી કંપની મોન્ડેલેઝ ઇન્ડિયાએ તાજેતરમાં અભિનેતાને દર્શાવતા એના તહેવારી અભિયાનની બીજી આવૃત્તિ બહાર પાડી. ડ્રગ કેસમાં સત્તાવાળાઓ દ્વારા તેના પુત્રની ધરપકડ કરવામાં આવ્યા પછી બૉલિવુડ સ્ટાર દ્વારા આ પ્રથમ મોટી જાહેરાત છે. એજ્યુકેશન ટેક્નોલૉજી કંપની બાયજુ’, જેણે વિવાદને પગલે શાહરૂખ અભિનીત જાહેરાતો બંધ કરી દીધી હતી, તેણે પણ તેની જાહેરાતો ફરી શરૂ કરી છે. શાહરુખ વિમલ પાન મસાલા અને એલજી ઈલેક્ટ્રોનિક્સની જાહેરાતોમાં પણ પાછો ફર્યો છે.

Gustaakh Ishq Trailer: ટ્રેલર આઉટ! ‘ગુસ્તાખ ઇશ્ક’માં વિજય વર્મા અને ફાતિમાની કેમેસ્ટ્રી જોઈને ફેન્સ થયા ખુશ, શાયરી થઈ વાયરલ
Jolly LLB 3: ડબલ ધમાકો, એક નહીં બે ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થશે જોલી એલએલબી 3, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અક્ષય ની ફિલ્મ
Anupamaa New entry: અનુપમા પર નવો ખતરો! હવે ગૌતમ નહીં, આ ‘નવા વિલન’ થી સિરિયલમાં વધશે ઘમાસાણ!
120 Bahadur: જાણો કેમ! ‘120 બહાદુર’ ફિલ્મને રાજસ્થાનમાં ટેક્સ ફ્રી કરવાની માંગ થઈ, વિધાન સભ્યએ શું દલીલ આપી?
Exit mobile version