News Continuous Bureau | Mumbai
Shahrukh khan birthday: શાહરુખ ખાન આજે તેનો 59 મોં જન્મદિવસ ઉજવી રહ્યો છે. શાહરુખ ખાને ટીવી થી પોતાના અભિનય કરિયર ની શરૂઆત કરી હતી. ત્યારબાદ શાહરુખ ખાને વર્ષ 1992 માં ફિલ્મ દીવાના થી બોલિવૂડ માં એન્ટ્રી કરી હતી. શાહરુખ ખાને ઇન્ડસ્ટ્રી માં પોતાની જગ્યા બનાવવા માટે ઘણો સંઘર્ષ કર્યો હતો. એક સમય એવો હતો જ્યારે શાહરૂખ ખાને ગૌરી સાથે લગ્ન કર્યા ત્યારે તેની પાસે રહેવા માટે સારું ઘર પણ નહોતું. તે ખુબ જ નાના ઘરમાં રહેતો હતો. હવે આજે તેની ફક્ત દેશ માં જ નહીં પરંતુ વિદેશ માં પણ ઘણી પ્રોપર્ટી છે.
આ સમાચાર પણ વાંચો : Bhool bhulaiyaa 3 vs Singham again: કાર્તિક આર્યન ની ભૂલ ભુલૈયા 3 કે પછી અજય દેવગણની સિંઘમ અગેન, જાણો કઈ ફિલ્મે મારી એડવાન્સ બુકીંગ માં બાજી
શાહરુખ ખાન ની નેટ વર્થ
શાહરુખ ખાન ની ગણતરી હવે સૌથી અમીર એક્ટર્સમાં થાય છે. શાહરુખ ખાન ની લોકપ્રિયતા ફક્ત દેશ માં જ નહીં પરંતુ વિદેશમાં પણ છે. મીડિયા રિપોર્ટ મુજબ શાહરુખ ખાન ની કુલ સંપત્તિ 7300 કરોડ રૂપિયા છે.શાહરુખ ખાન એક ફિલ્મ માટે લગભગ 150-250 કરોડ રૂપિયા લે છે. અભિનેતા હોવા ઉપરાંત શાહરુખ IPL ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ અને તેની પ્રોડક્શન કંપની રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ નો માલિક છે. આ ઉપરાંત શાહરૂખ કિડઝાનિયાની ફ્રેન્ચાઈઝી ઈમેજીનેશન એડ્યુટેઈનમેન્ટ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડનો સહ-માલિક પણ છે. શાહરુખ તેના પ્રોડક્શન હાઉસમાંથી દર વર્ષે 500 કરોડ રૂપિયા કમાય છે. આ ઉપરાંત શાહરુખ એક જાહેરાત ના 3.5 થી 4 કરોડ રૂપિયા લે છે.
View this post on Instagram
શાહરુખ ખાન પાસે કરોડો ની પ્રોપર્ટી છે. મુંબઈ ના બાંદ્રા વિસ્તારમાં શાહરૂખ ખાન નો એક બંગલો મન્નત છે જેની કિંમત લગભગ 200 કરોડ છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર ના અલીબાગ માં પણ શાહરુખ ખાન ની એક પ્રોપર્ટી છે જેની કિંમત 15 કરોડ જણાવવામાં આવી રહી છે. આ સિવાય શાહરુખ ખાન નું લંડનમાં એક આલીશાન ઘર છે. જેની કિંમત 183 કરોડ રૂપિયા છે.શાહરુખ ખાન નો દુબઈના પામ જુમેરાહમાં તેના ખાનગી ટાપુ પર એક વીલા છે.આ વિલાની કિંમત 100 કરોડ રૂપિયા છે.