Site icon

કિંગ ખાન ના બંગલા ‘મન્નત’ ની નવી ‘ડાયમંડ નેમ પ્લેટ’ બની ચર્ચાનો વિષય, સોશિયલ મીડિયા યુઝર્સે શાહરૂખ ખાનને આપી આ જગ્યાએ પૈસા વેડફવાની સલાહ

 News Continuous Bureau | Mumbai

શાહરૂખ ખાન (Shah Rukh Khan) આ દિવસોમાં પોતાની આગામી ત્રણ ફિલ્મોને લઈને ચર્ચામાં છે. પરંતુ હવે તે અન્ય કારણોસર ચર્ચામાં આવી ગયો છે. વાસ્તવમાં, તેના 200 કરોડના બંગલા મન્નત (Mannat) પર એક નવી નેમ પ્લેટ (new name plate) લગાવવામાં આવી છે, જે હીરાની જેમ ચમકી રહી છે. શાહરૂખની ફેન ક્લબના સોશિયલ મીડિયા  (Social media) હેન્ડલ પર આ નવી નેમ પ્લેટનો ફોટો અને વિડીયો વાયરલ (viral) થઈ રહ્યો છે. એટલું જ નહીં, ચાહકો આ નેમ પ્લેટ સાથે ફોટો ક્લિક કરીને શેર પણ કરી રહ્યાં છે.જ્યાં કેટલાક લોકોએ તેની નેમ પ્લેટના વખાણ કર્યા છે. જ્યારે કેટલાક લોકોએ તેને ટ્રોલ (troll) કર્યો છે. હદ ત્યારે થઈ ગઈ જ્યારે લોકોએ કિંગ ખાનને પૈસા વેડફવા માટે અલગ-અલગ સલાહ આપી.

Join Our WhatsApp Community

વીડિયોમાં જોઈ શકાય છે કે ગેટની બંને બાજુ ડાયમંડ નેમ પ્લેટ (diamond nameplate) લગાવવામાં આવી છે. જેના પર લખ્યું છે, ‘મન્નત લેન્ડસેન્ડ’. નેમ પ્લેટ અંધારામાં પણ ચમકી  રહી છે. વીડિયો પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. એક યુઝરે લખ્યું કે, ‘જ્યારે પૈસા વધારે થઈ જાય, ત્યારે ખર્ચવા માટે નેમ પ્લેટ યોગ્ય છે.’ બીજાએ ટિપ્પણી કરી, ‘હવે સોનાની બનેલી ટોયલેટ (gold toilet seat) સીટ પણ બનાવડાવો.’ અન્ય યુઝરે લખ્યું, ‘ફેક.’ આવી ઘણી કોમેન્ટ્સ સિવાય લોકોએ ફની અને હાર્ટ ઇમોજીસ શેર કર્યા છે.

આ સમાચાર પણ વાંચો:  આવકવેરા વિભાગની ચેતવણી …જો આ નહીં કરો તો તમારું પાન કાર્ડ રદ્દ કરવામાં આવશે! 

તમને જણાવી દઈએ કે મન્નતની નેમ પ્લેટ ઘણા સમયથી ગાયબ હતી, જે બાદ માહિતી સામે આવી કે નેમ પ્લેટ રિપેર(repair) કરવાની છે. આ કારણોસર તેને દૂર કરવામાં આવી છે.જે બાદ હવે તેના ફેન્સ નવી નેમ પ્લેટ જોઈને ખૂબ જ ખુશ છે. હવે તેની કિંમતની વાત કરીએ તો તેના વિશે અહેવાલો સામે આવ્યા છે. જેમાં તેની કિંમત 20-25 લાખ હોવાનું જણાવવામાં આવ્યું છે.રિપોર્ટ્સનું માનીએ તો તેને શાહરૂખની પત્ની ગૌરી ખાને (Gauri Khan)  ડિઝાઇન કરી છે.

 

Dhurandhar 2 Teaser Update: રણવીર સિંહની ‘ધુરંધર 2’ ના ટીઝરને મળ્યું ‘A’ સર્ટિફિકેટ; સેન્સર બોર્ડે રનટાઇમ પણ કર્યો કન્ફર્મ
Akshay Kumar Convoy Accident: અક્ષય કુમારના કાફલાની કારનો ભયાનક અકસ્માત! રીક્ષા સાથેની ટક્કરમાં ગાડી પલટી ગઈ; જાણો ‘ખિલાડી’ કુમારની સ્થિતિ અને કેટલા લોકો થયા ઘાયલ
Anupamaa Spoiler Alert: અનુપમાનો માસ્ટર સ્ટ્રોક! અભિમાનમાં રાચતા કોઠારીઓ થયા પાયમાલ; હવે અનુપમાના એક જ નિર્ણયથી બદલાઈ જશે આખા પરિવારની કિસ્મત
Do Deewane Sahr Mein Teaser Out: ‘દો દીવાને સહર મેં’ નું ટીઝર રિલીઝ: સિદ્ધાંત ચતુર્વેદી અને મૃણાલ ઠાકુરની કેમેસ્ટ્રીએ જીત્યા દિલ; જાણો ક્યારે રિલીઝ થશે આ રોમેન્ટિક ડ્રામા
Exit mobile version