News Continuous Bureau | Mumbai
Shahrukh khan: ગઈકાલે શાહરુખ ખાને તેનો 58 મોં જન્મદિવસ ઉજવ્યો હતો.શાહરુખ ખાને આ ખાસ અવસર પર પોતાના ફેન્સ સાથે એક ઈવેન્ટમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમના અંતે શાહરૂખ ખાન ‘પઠાણ’ અને ‘જવાન’ના ગીતો પર ડાન્સ કરતો જોવા મળ્યો હતો. શાહરુખ ખાને તેના ફેન્સ નો આભાર માનવા માટે આ કાર્યક્રમ નો એક વિડીયો શેર કર્યો છે.
શાહરુખ ખાને શેર કરી પોસ્ટ
શાહરૂખ ખાને પોતાનો જન્મદિવસ ચાહકો સાથે એક કાર્યક્રમમાં ભાગ લઇ ને ઉજવ્યો હતો. આ ઈવેન્ટમાં કિંગ ખાને તેની ફિલ્મ જવાન ની સિક્વલ, રાજકુમાર હીરાની સાથે ફિલ્મ ડંકી કરવાનો અનુભવ જેવી ઘણી વાતો કરી હતી. ત્યારબાદ અંત માં શાહરુખ ખાને તેની ફિલ્મ પઠાણ નું ગીત ‘ઝૂમે જો પઠાણ’ અને જવાન નું ગીત ‘નૉટ રમૈયા વસ્તાવૈયા’ પર ડાન્સ કર્યો હતો. ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતા કિંગ ખાને લખ્યું, ‘તમારા બધા સાથે ઉજવણી કરવી હંમેશા ખાસ હોય છે. મારો દિવસ બનાવવા બદલ આભાર!’
તમને જણાવી દઈએ કે શાહરુખ ખાને તેના જન્મદિવસ પર ફિલ્મ ડંકી નું ટીઝર 1 રિલીઝ કરીને ચાહકો ને ભેટ આપી હતી. હવે ટૂંક સમય માં ડંકી નું બીજું ટીઝર એટલેકે ડ્રોપ 2 આવશે.
આ સમાચાર પણ વાંચોઃ Shahrukh khan: શાહરુખ ખાને તેના જન્મદિવસ પર ચાહકો ને ભેટ આપવાની સાથે સાથે અલગ અંદાજ માં આપી નેટફ્લિક્સ ને ધમકી, જુઓ ફની વિડીયો
