શાહરૂખ ખાન ના ગીત ‘છૈયા છૈયા’ સિવાય બીજી ઘણી સુપરહિટ ફિલ્મનું શૂટિંગ થયું હતું ભારતની આ સુંદર જગ્યા પર,જાણો તે ફિલ્મો વિશે

by Dr. Mayur Parikh
shahrukh khan chaiyya chaiyya other superhit film shot in this beautiful place

 News Continuous Bureau | Mumbai

ફિલ્મ મેકર્સ તેમની ફિલ્મો એક કરતા વધુ જગ્યાએ શૂટ  કરે છે. સુંદર લોકેશન ફિલ્મની સુંદરતામાં વધુ વધારો કરે છે. ઉટીમાં ઘણી ફિલ્મોનું શૂટિંગ થયું છે, જેમાં સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ ‘મૈને પ્યાર કિયા હૈ’નો સમાવેશ થાય છે. આ સિવાય બીજી ઘણી ફિલ્મોમાં નીલગીરીની સુંદર પહાડીઓની સુંદરતા બતાવવામાં આવી છે. તમને શાહરૂખ ખાનની ( shahrukh khan )ફિલ્મ ‘દિલ સે’નું ગીત ‘છૈયા છૈયા’ ( chaiyya chaiyya ) યાદ છે? આ ગીત નીલગીરી માઉન્ટેન રેલ્વેમાં ( beautiful place ) શૂટ કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે આ ગીતમાં મલાઈકા અરોરા અને શાહરૂખની ( shahrukh ) જોડીએ ધૂમ મચાવી હતી.તો ચાલો જાણીયે બીજા કયા સુપરહિટ ફિલ્મો ( superhit film ) ના શૂટિંગ ( shot ) ઉંટી માં થયા હતા.

મૈંને પ્યાર કિયા

ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. તેના ગીતો અને સંવાદો આજે પણ દર્શકોને યાદ છે. ફિલ્મનું સુપરહિટ ગીત ‘કબૂતર જા’ ઉટીના બોટનિકલ ગાર્ડનમાં શૂટ ( shot ) કરવામાં આવ્યું હતું.

પુકાર

પોલિટિકલ થ્રિલર ફિલ્મ ‘પુકાર’માં અનિલ કપૂર અને માધુરી દીક્ષિતે શાનદાર કામ કર્યું હતું. ફિલ્મમાં ઉટીના સુંદર લોકેશન્સે  તેને વધુ અદભૂત બનાવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો: આખરે પાકિસ્તાનને મળ્યા નવા આર્મી ચીફ.. શાહબાઝ શરીફ સરકારે આ વ્યક્તિની કરી નિમણૂક, લેશે બાજવાની જગ્યા

જો જીતા વોહી સિકંદર

‘જો જીતા વોહી સિકંદર’ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ ઉટીમાં થયું છે. ફિલ્મનું ‘પહેલા નશા’ ગીત ઊટીના વેસ્ટર્ન કેચમેન્ટ એરિયામાં શૂટ કરવામાં આવ્યું હતું.

કુછ કુછ હોતા હૈ

શાહરૂખ ખાન અને કાજોલની ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ બ્લોકબસ્ટર ફિલ્મ હતી. તમને જાણીને નવાઈ લાગશે કે ફિલ્મમાં જે સમર કેમ્પ શિમલા  નામે થયો હતો તે ખરેખર ઉટીમાં હતો.

દીવાના

ઋષિ કપૂર, દિવ્યા ભારતી અને શાહરૂખ ખાનની ફિલ્મ ‘દિવાના’ બ્લોકબસ્ટર રહી હતી. તમને આ ફિલ્મનું ગીત ‘ઐસી દિવાનગી’ યાદ છે. આ ગીત ઉટીમાં શૂટ કરવામાં આવ્યું હતું. તેનું શૂટિંગ વેનલોક ડાઉન્સ નાઈનથ માઈલ  ખાતે કરવામાં આવ્યું હતું. ‘તેરી ઉમીદ’ ગીત પણ ઉટીના બોટનિકલ ગાર્ડનમાં શૂટ કરવામાં આવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો: ચીનમાં એક જ દિવસમાં નોંધાયા 30 હજારથી વધુ નવા કેસ, ફરી લાગુ કરાયું લોકડાઉન.. લોકો ઉતર્યા રસ્તા પર.. જુઓ વિડીયો.. 

 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment