Site icon News Continuous Bureau | Mumbai

આજે શાહરુખ ખાન જે પણ કાંઈ છે તે સલમાન ખાનના પિતા સલીમ ખાનને કારણે છે; શાહરૂખ ખાને કર્યો હતો આ ખુલાસો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 8 ઓક્ટોબર,  2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

 

શાહરુખ ખાન અને સલમાન ખાન વિશે ઘણી વખત અહેવાલો આવ્યા છે કે બોલિવૂડના બે મોટા 'ખાન' એકબીજા સાથે ટકરાયા છે. પરંતુ મુશ્કેલીમાં સલમાન ખાન હંમેશા શાહરૂખ ખાન સાથે ઉભેલો જોવા મળ્યો છે. શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન આજકાલ તેના 'ડ્રગ્સ કેસ' માટે ચર્ચામાં છે. આવી સ્થિતિમાં, સલમાન ખાન બોલિવૂડનો પહેલો વ્યક્તિ હતો જે સીધો શાહરૂખના ઘરે તેની તબિયત પૂછવા ગયો. એક કિસ્સો છે જે શાહરૂખ ખાને પોતે એક વખત સંભળાવ્યો હતો. શાહરુખ ખાને કહ્યું હતું કે જ્યારે તે નવો- નવો મુંબઈ આવ્યો ત્યારે સલમાનનો પરિવાર હતો જેણે તેને નવા શહેરમાં થોડો વિશ્વાસ આપ્યો. અભિનેતાએ એ પણ કહ્યું હતું કે તે આજે જે પણ છે તે સલમાનના પરિવારને કારણે છે. શાહરૂખે આ વાત ત્યારે કહી હતી જ્યારે તેઓ સલમાન ખાનના શો 'દસ કા દમ' ગેમ શોમાં ખાસ મહેમાન તરીકે પહોંચ્યા હતા. શાહરૂખે ત્યારે કહ્યું હતું – સલમાન ખાનના પિતાને કારણે જ તેમને આ સંપત્તિ, ખ્યાતિ અને પ્રેમ મળ્યો છે.

અમિતાભ સાથે કામ કરી ચૂકેલી આ અભિનેત્રીએ ત્રણ વર્ષમાં 32 ફિલ્મો આપીને ઇન્ડસ્ટ્રીને હચમચાવી દીધી હતી; જાણો તે અભિનેત્રી આજકાલ શું કરી રહી છે

એક અહેવાલ અનુસાર, શાહરુખે કહ્યું હતું, 'જ્યારે હું પહેલી વાર મુંબઈ આવ્યો, ત્યારે હું સંઘર્ષ કરનાર અભિનેતા હતો. પછી મેં સલમાન ખાનના ઘરે જ ભોજન લીધું, સલીમ ખાનજીએ મને ઘણો ટેકો આપ્યો. તેના કારણે જ હું 'શાહરૂખ ખાન' બની શક્યો છું. શાહરુખે તે સમયે કહ્યું હતું કે,'હું આ શોમાં માત્ર સલમાન માટે આવ્યો છું. હું ત્યારે જ જઈશ જ્યારે સલમાન કહે કે હવે જાવ. તમને જણાવી દઈએ કે, વર્ષ 2008માં સલમાન અને શાહરુખ વચ્ચે કથિત રીતે લડાઈ થઈ હતી. સલમાન સાથેની લડાઈ અંગે, એકવાર શાહરુખે કહ્યું હતું કે, 'અમે બંને લડતા રહીએ છીએ. પરંતુ વાસ્તવમાં અમારી વચ્ચે કોઈ અંતર નથી.'

Mirzapur The Movie Review વેબ સિરીઝ કરતાં પણ વધુ દમદાર! ‘મિર્ઝાપુર ધ મૂવી’ જોઈને દર્શકો થયા ખુશખુશાલ; જાણો કેવો છે રિવ્યૂ?
Love And War Shooting Wrap રણબીરઆલિયાવિકીની બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ! જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?
Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Exit mobile version