News Continuous Bureau | Mumbai
Suhana Khan:સુપરસ્ટાર શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન લોકપ્રિય સ્ટારકિડ્સ માંથી એક છે. સુહાના ખાન ઝોયા અખ્તર ની ફિલ્મ ધ આર્ચીઝ થી એક્ટિંગ ની દુનિયામાં પગ મુકવા જઈ રહી છે. હવે સુહાના ખાન ની એક પોસ્ટ એ ચાહકો નું દિલ જીતી લીધું છે. સુહાના ખાન નો ટ્રેડિશનલ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.સુહાનાના ફેન્સને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. સુહાના ખાને આ સાડી અમૃતપાલ સિંહની દિવાળી પાર્ટીમાં પહેરી હતી.
સુહાના ખાન નો વિડીયો
સુહાના ખાન અમૃતપાલ સિંહની દિવાળી પાર્ટીમાં સાડીમાં જોવા મળી હતી.આ દરમિયાન સુહાના ખાન ગોલ્ડન નેટ સાડીમાં જોવા મળી હતી. સુહાનાએ ન્યૂનતમ મેકઅપ, ફ્રી હેરસ્ટાઇલ અને ડાયમંડ ઈયરરિંગ્સ સાથે મેચિંગ ગોલ્ડન એમ્બેલિશ્ડ બ્લાઉઝ સાથે તેનો લુક પૂર્ણ કર્યો હતો. સુહાના ખાન નો આ વિડીયો વાયરલ થઇ રહ્યો છે.
સુહાના ખાન નું વર્ક ફ્રન્ટ
સુહાના ખાન ઝોયા અખ્તર ની ફિલ્મ ‘ધ આર્ચીઝ’થી બોલિવૂડમાં એન્ટ્રી કરશે. આ ફિલ્મમાં સુહાના સાથે ખુશી કપૂર અને અગસ્ત્ય નંદા પણ જોવા મળશે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર 7 ડિસેમ્બર 2023ના રોજ રીલિઝ થવા જઈ રહી છે.
આ સમાચાર પણ વાંચો : Suhana khan: અમૃતપાલ સિંહ ની દિવાળી પાર્ટીમાં જામ્યો સ્ટાર્સ નો મેળાવડો, શાહરુખ ખાન ની દીકરી સુહાના ખાને લૂંટી લાઈમલાઈટ
