News Continuous Bureau | Mumbai
Suhana khan: બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન હાલ તેની ફિલ્મ જવાન ની સફળતા નો આનંદ માણી રહ્યો છે. આ દરમ્યાન તેની લાડકી દીકરી સુહાના ખાનનો એક વીડિયો ચર્ચામાં આવ્યો છે. તાજેતરમાં સુહાના ખાન ને તેનો નાનો ભાઈ અબરામ મુંબઈ ની એક કેફેની બહાર જોવા મળ્યા હતા. બંને સ્ટાર કિડ્સ ખૂબ જ ક્યૂટ જોવા મળ્યા હતા. અબરામ હવે ઘણો મોટો થઈ ગયો છે. બહેન સુહાના અબરામ નું ધ્યાન રાખતી જોવા મળી હતી અને તેનો હાથ પકડીને તેના ભાઈને કેફેની બહાર લઈ આવી હતી.
સુહાના ખાન અને અબરામ નો વિડીયો થયો વાયરલ
તાજેતરમાં જ સુહાના ખાન મુંબઈ ની એક કેફેમાંથી બહાર નીકળતી જોવા મળી હતી. અહીં તે તેના ભાઈ અબરામ સાથે હતી. બંનેએ સાથે ક્વોલિટી ટાઈમ વિતાવ્યો હતો. પ્રિન્ટેડ વ્હાઈટ ટી-શર્ટ અને બ્લુ શોર્ટ્સમાં અબરામ ખૂબ જ ક્યૂટ લાગતો હતો. જ્યારે સુહાનાએ પોતાનો લુક ક્લાસી રાખ્યો હતો. સુહાના ગ્રે કલરના પ્રિન્ટેડ બોડીકોન ડ્રેસમાં ગ્લેમરસ લાગી રહી હતી. તેના બોડીકૉન ડ્રેસ ને કારણે સુહાના નેટીઝન્સના નિશાના પર આવી છે. ટ્રોલ્સ અનુસાર, તેમને સુહાનાનો આ લુક પસંદ નથી આવી રહ્યો અને તેઓ વીડિયો પર કોમેન્ટ કરી રહ્યા છે અને લખી રહ્યા છે – “તે હંમેશા ખરાબ કેમ દેખાય છે?” અન્ય એક યુઝરે લખ્યું – “કસમ થી યાર તે નોકરાણી જેવી લાગે છે.” અન્ય એક યુઝરે તો ત્યાં સુધી કહ્યું – “તે કોઈ પણ એન્ગલથી શાહરૂખ ખાનની દીકરી જેવી નથી લાગતી.” ”આ રીતે, ઘણા લોકો તેના વિશે નકારાત્મક ટિપ્પણીઓ કરતા જોવા મળ્યા હતા
સુહાના ખાન ની ફિલ્મ
સુહાના ખાન ટૂંક સમયમાં આગામી ફિલ્મ ધ આર્ચીઝમાં જોવા મળશે. ઝોયા અખ્તર દ્વારા નિર્દેશિત આ ફિલ્મથી સુહાના એક્ટિંગ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. પિતા શાહરૂખ ખાનના પગલે ચાલીને તે શોબિઝમાં નામ કમાવવા માટે તૈયાર છે. ફિલ્મની રિલીઝ ડેટ 1 ડિસેમ્બર હોવાનું કહેવાય છે.
આ સમાચાર પણ વાંચો : Pratik gandhi: સ્કેમ 1992 બાદ ફરી સાથે આવ્યા હાંસલ મહેતા અને પ્રતીક ગાંધી, વેબ સિરીઝ માં આ મહત્વના પાત્ર માં જોવા મળશે અભિનેતા
