શાહરુખ ખાન ની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘પઠાણ’નું ટીઝર થયું લૉન્ચ, કિંગ ખાને અલગ અંદાઝ માં કરી રિલીઝ ડેટની જાહેરાત; જાણો વિગત, જુઓ ટીઝર

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 03 માર્ચ 2022           

ગુરુવાર

લાંબી રાહ જોયા બાદ આખરે શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ સ્ટારર ફિલ્મ 'પઠાણ'ની રિલીઝ ડેટ સામે આવી છે. આ ફિલ્મ 25 જાન્યુઆરી 2023ના રોજ રિલીઝ થશે. શાહરૂખ ખાને એક ટીઝર વીડિયો જાહેર કરતા આ માહિતી આપી છે. રિલીઝ ડેટની જાહેરાત થઈ ત્યારથી જ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓ આવવા લાગી છે.ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરતા શાહરૂખ ખાને ટ્વીટ કર્યું, "મને ખબર છે કે મોડું થઈ ગયું છે… પણ તારીખ યાદ રાખો… પઠાણનો સમય હવે શરૂ થાય છે… 25 જાન્યુઆરી, 2023 થી થિયેટરોમાં સી યુ. આ ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થઈ રહી છે. યશ રાજ સાથે પઠાણની ઉજવણી ફક્ત તમારી નજીકની મોટી સ્ક્રીન પર કરો.

 

ટીઝરમાં જ્હોન અબ્રાહમ અને દીપિકા પાદુકોણની ઝલક જોવા મળી હતી. ટીઝરમાં કિંગ ખાનની ઝાંખી તસવીર પણ જોવા મળી હતી. ટીઝરની શરૂઆતમાં જ જ્હોન કહે છે કે આપણા દેશમાં આપણે ધર્મ કે જાતિના આધારે નામ રાખીએ છીએ, પરંતુ તેની પાસે આમાંથી કંઈ નહોતું. એ પછી દીપિકા પાદુકોણ આવે છે અને કહે છે કે મારી પાસે પણ આપવા માટે કોઈ નામ નથી, જો કંઈ હોત તો આ એક દેશ-ભારત. આ લાઈન લોકોમાં ઉત્સાહ ભરી દેશે.

જૂના દિવસો યાદ કરીને ટીવી ની આ અભિનેત્રી ના છલક્યા આંસુ, અંગત જીવન ના સંઘર્ષ ને લઇ ને થઇ ઇમોશનલ; જાણો વિગત

નિર્દેશક સિદ્ધાર્થ આનંદની ફિલ્મ પઠાણ યશ રાજ બેનર હેઠળ બની રહી છે. હાઈ બજેટની આ ફિલ્મમાં શાહરૂખ ખાન લીડ રોલમાં છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ પણ મુખ્ય ભૂમિકામાં છે. મીડિયા માં પ્રકાશિત થયેલા એહવાલ અનુસાર આ ફિલ્મ માં સલમાન ખાન કેમિયો કરતો જોવા મળશે. 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment