News Continuous Bureau | Mumbai
Shahrukh khan: વર્ષ 2023 શાહરુખ ખાન માટે લકી સાબિત થયું હતું આ વર્ષે શાહરુખ ખાને લગાતાર ત્રણ હિટ ફિલ્મો આપી હતી. હાલ શાહરુખ ખાન તેના પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે. આવી સ્થિતિ માં શાહરુખ ખાન ફરી એક વાર ચર્ચામાં આવ્યો છે. વાત એમ છે કે, ભારત સરકારે કતારમાં જેલમાં બંધ નૌકાદળના આઠ ભૂતપૂર્વ અધિકારીઓને મુક્ત કરાવ્યા છે. જેમાંથી સાત અધિકારીઓ ભારત પરત ફર્યા છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં કતારની કોર્ટે અલ દહરા ગ્લોબલ કેસમાં આ અધિકારીઓને મોતની સજા સંભળાવી હતી. જે બાદમાં આજીવન કેદમાં બદલાઈ હતી. આ અધિકારી જાસૂસીના આરોપમાં સજાનો સામનો કરી રહ્યો હતો. આ નૌકાદળના અધિકારીઓના ભારત પરત ફરવા પર ભાજપના એક નેતા એ કહ્યું કે તેમની મુક્તિમાં બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનનો હાથ છે. આ અંગે શાહરૂખ ખાનની ટીમ તરફથી એક નિવેદન આવ્યું છે.
Modi should take Cinema star Sharuk Khan to Qatar with him since after MEA and NSA had failed to persuade the Shiekhs of Qatar, Modi pleaded with Khan to intervene , and thus got an expensive settlement from the Qatar Shiekhs to free our Naval officers.
— Subramanian Swamy (@Swamy39) February 13, 2024
શાહરુખ ખાન ની ટિમ નું નિવેદન
શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાનીએ સોશિયલ મીડિયા પર કિંગ ખાન વતી એક નિવેદન જાહેર કર્યું છે. જેમાં લખ્યું છે કે, ‘કતારમાંથી ભારતીય નૌકાદળના અધિકારીઓને મુક્ત કરવામાં શાહરૂખ ખાનની કથિત ભૂમિકા સાથે સંબંધિત અહેવાલોના સંદર્ભમાં આ નિવેદન જારી કરવામાં આવ્યું છે. શાહરૂખ ખાન વતી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આમાં તેની કોઈ સંડોવણી નથી. આનો સંપૂર્ણ શ્રેય ભારત સરકારને જાય છે. મુત્સદ્દીગીરી અને રાજ્યકલા સંબંધિત તમામ બાબતો અમારા નેતાઓએ શાનદાર રીતે હાથ ધરી હતી. અન્ય ભારતીયોની જેમ, નૌકાદળના અધિકારીઓને સુરક્ષિત ઘરે પરત ફરતા જોઈને મિસ્ટર ખાન ખુશ છે અને તેમને શુભેચ્છા પાઠવે છે’.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે, શાહરૂખ ખાન તાજેતરમાં એશિયન કપ ફાઈનલ માટે દોહા ગયો હતો. આ કાર્યક્રમમાં શાહરૂખ ખાને ખાસ અતિથિ તરીકે હાજરી આપી હતી. અહીં શાહરૂખ ખાન કતારના વડાપ્રધાનને મળ્યો હતો અને તેની તસવીરો સામે આવી હતી. જ્યારે શાહરૂખ અને કતારના વડાપ્રધાનની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે શાહરૂખ ખાને આઠ ભૂતપૂર્વ નૌસૈનિક ને મુક્ત કરવામાં ફાળો આપ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Amitabh bachchan: રામ ભક્તિ માં લીન જોવા મળ્યા અમિતાભ બચ્ચન, રામલલ્લા ના દર્શન કરવા બીજી વાર અયોધ્યા પહોંચ્યા બિગ બી
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)