Site icon News Continuous Bureau | Mumbai

Shahrukh khan: શું શાહરૂખ ખાને ભારતીય નૌકાદળના અધિકારીઓને કતાર માંથી મુક્ત કરાવવામાં કરી સરકારની મદદ? કિંગ ખાન ની ટીમે આ અંગે જારી કર્યું નિવેદન

Shahrukh khan: શાહરુખ ખાન વિશે એવા સમાચાર વહેતા થયા હતા કે અભિનેતા એ કતારમાં જેલમાં બંધ આઠ ભારતીય સૈનિકોની મુક્તિમાં મહત્વ ની ભૂમિકા ભજવી છે . હવે આ અંગે શાહરુખ ખાન ની ટિમ તરફ થી એક નિવેદન જારી કરવામાં આવ્યું છે.

shahrukh khan denies his role in release of navy officers from qatar jail

shahrukh khan denies his role in release of navy officers from qatar jail

News Continuous Bureau | Mumbai 

Shahrukh khan: વર્ષ 2023 શાહરુખ ખાન માટે લકી સાબિત થયું હતું આ વર્ષે શાહરુખ ખાને લગાતાર ત્રણ હિટ ફિલ્મો આપી હતી. હાલ શાહરુખ ખાન તેના પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે. આવી સ્થિતિ માં શાહરુખ ખાન ફરી એક વાર ચર્ચામાં આવ્યો છે. વાત એમ છે કે, ભારત સરકારે કતારમાં જેલમાં બંધ નૌકાદળના આઠ ભૂતપૂર્વ અધિકારીઓને મુક્ત કરાવ્યા છે. જેમાંથી સાત અધિકારીઓ ભારત પરત ફર્યા છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં કતારની કોર્ટે અલ દહરા ગ્લોબલ કેસમાં આ અધિકારીઓને મોતની સજા સંભળાવી હતી. જે બાદમાં આજીવન કેદમાં બદલાઈ હતી. આ અધિકારી જાસૂસીના આરોપમાં સજાનો સામનો કરી રહ્યો હતો. આ નૌકાદળના અધિકારીઓના ભારત પરત ફરવા પર ભાજપના એક નેતા એ કહ્યું કે તેમની મુક્તિમાં બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનનો હાથ છે. આ અંગે શાહરૂખ ખાનની ટીમ તરફથી એક નિવેદન આવ્યું છે.

Join Our WhatsApp Channel

શાહરુખ ખાન ની ટિમ નું નિવેદન 

શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાનીએ સોશિયલ મીડિયા પર કિંગ ખાન વતી એક નિવેદન જાહેર કર્યું છે. જેમાં લખ્યું છે કે, ‘કતારમાંથી ભારતીય નૌકાદળના અધિકારીઓને મુક્ત કરવામાં શાહરૂખ ખાનની કથિત ભૂમિકા સાથે સંબંધિત અહેવાલોના સંદર્ભમાં આ નિવેદન જારી કરવામાં આવ્યું છે. શાહરૂખ ખાન વતી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આમાં તેની કોઈ સંડોવણી નથી. આનો સંપૂર્ણ શ્રેય ભારત સરકારને જાય છે. મુત્સદ્દીગીરી અને રાજ્યકલા સંબંધિત તમામ બાબતો અમારા નેતાઓએ શાનદાર રીતે હાથ ધરી હતી. અન્ય ભારતીયોની જેમ, નૌકાદળના અધિકારીઓને સુરક્ષિત ઘરે પરત ફરતા જોઈને મિસ્ટર ખાન ખુશ છે અને તેમને શુભેચ્છા પાઠવે છે’.


તમને જણાવી દઈએ કે, શાહરૂખ ખાન તાજેતરમાં એશિયન કપ ફાઈનલ માટે દોહા ગયો હતો. આ કાર્યક્રમમાં શાહરૂખ ખાને ખાસ અતિથિ તરીકે હાજરી આપી હતી. અહીં શાહરૂખ ખાન કતારના વડાપ્રધાનને મળ્યો હતો અને તેની તસવીરો સામે આવી હતી. જ્યારે શાહરૂખ અને કતારના વડાપ્રધાનની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે શાહરૂખ ખાને આઠ ભૂતપૂર્વ નૌસૈનિક ને  મુક્ત કરવામાં ફાળો આપ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : Amitabh bachchan: રામ ભક્તિ માં લીન જોવા મળ્યા અમિતાભ બચ્ચન, રામલલ્લા ના દર્શન કરવા બીજી વાર અયોધ્યા પહોંચ્યા બિગ બી

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Indian Idol Legends Return અભિજીત સાવંતથી લઈને સલમાન અલી સુધી ‘ઇન્ડિયન આઇડલ લેજેન્ડ્સ’નો ભવ્ય કમબેક, જાણો કયાકયા જાણીતા ચહેરાઓ જોવા મળશે
Harsh Gujral Madhur Virli Cyber Cell Summons સ્ટેન્ડઅપ કોમેડિયન હર્ષ ગુજરાલ અને મધુર વિરલીની મુશ્કેલી વધી અશ્લીલ કન્ટેન્ટ મામલે સાયબર સેલે પાઠવ્યા સમન્સ
Akshay Kumar Anees Bazmee Song Shoot એક જ ગીત પાછળ ₹૧ કરોડનો ધુમાડો! અક્ષય કુમારની નવી કોમેડી ફિલ્મ માટે દહેરાદૂનમાં બંધાયો ભવ્ય સેટ જાણો શું છે ખાસિયત
Ranbir Kapoor Ramayana Indra Dev Look રણબીર કપૂરની ‘રામાયણ’માંથી ઇન્દ્ર દેવનો લૂક સામે આવ્યો ટીઝરમાં દેખાયું રાવણ સાથે મહાયુદ્ધ, કુણાલ કપૂરનો દમદાર અવતાર
Exit mobile version