Site icon

વેલેન્ટાઈન વીક પર શાહરુખ ખાન કાજોલ ની સુપરહિટ ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે થઈ રિલીઝ

શાહરૂખ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' ફરી એકવાર સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ રીતે શાહરૂખ ખાનના ફેન્સને વેલેન્ટાઈન વીકમાં ગિફ્ટ મળવા જઈ રહી છે.

shahrukh khan movie DDLJ release in theater

વેલેન્ટાઈન વીક પર શાહરુખ ખાન કાજોલ ની સુપરહિટ ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે થઈ રિલીઝ

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર શાહરૂખ ખાન આ દિવસોમાં પોતાની ફિલ્મ ‘પઠાણ’થી ફેન્સનું મનોરંજન કરી રહ્યો છે. આ દરમિયાન શાહરૂખ ખાનના ચાહકો માટે વધુ એક સારા સમાચાર છે. વાસ્તવમાં, શાહરૂખ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ ફરીથી સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ રીતે શાહરૂખ ખાનના ફેન્સને વેલેન્ટાઈન વીકમાં મોટી ભેટ મળી છે. ચાલો જાણીએ ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ ક્યારે અને કેટલા દિવસો માટે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

Join Our WhatsApp Community

 

એક સપ્તાહ માટે રિલીઝ થશે શાહરુખ ખાન ની દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે

શાહરૂખ ખાન અને કાજોલની ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ના નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર ફિલ્મની રિલીઝની માહિતી આપી છે. મેકર્સે જણાવ્યું છે કે આ ફિલ્મ 10 ફેબ્રુઆરી એટલે કે શુક્રવારે રિલીઝ થશે અને આગામી એક સપ્તાહ સુધી સિનેમાઘરોમાં રહેશે. જણાવી દઈએ કે શાહરૂખ ખાન અને કાજોલની ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ વર્ષ 1995 માં સિનેમાઘરોમાં રીલિઝ થઈ હતી. આ ફિલ્મને ખૂબ પસંદ કરવામાં આવી હતી. જણાવી દઈએ કે આ ફિલ્મ મુંબઈના મરાઠા મંદિરમાં છેલ્લા 28 વર્ષથી સતત બતાવવામાં આવી રહી છે.

શાહરૂખ ખાનની આવનારી ફિલ્મ 

ઉલ્લેખનીય છે કે, શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ આ દિવસોમાં સિનેમાઘરોમાં છે. સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘પઠાણ’એ ભારતમાં બોક્સ ઓફિસ પર 450 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શાહરૂખ ખાન હવે ફિલ્મ ‘જવાન’ અને ફિલ્મ ‘ડન્કી’ માં જોવા મળશે. આ વર્ષે જૂનમાં ફિલ્મ ‘જવાન’ અને ડિસેમ્બરમાં ફિલ્મ ‘ડન્કી’ રીલિઝ થવા જઈ રહી છે.

Agastya Nanda Remembers Dharmendra: ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ ‘ઇક્કીસ’ અને અગસ્ત્ય નંદાનો વસવસો: શૂટિંગ દરમિયાનના કિસ્સાઓ કર્યા શેર.
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2 Spoiler: ક્યૂંકી સાસ ભી કભી બહૂ થી: તુલસી અને મિહિરના રસ્તા થયા અલગ, ૬ વર્ષ બાદ નવા અવતારમાં થશે તુલસીની એન્ટ્રી!
Dhurandhar: પ્રોપેગેન્ડા કે એન્ટરટેઈનમેન્ટ? કાશ્મીરી દર્શકો ‘ધુરંધર’ જોવા ઉમટી પડ્યા, સીએમ અબ્દુલ્લાએ આપ્યું આશ્ચર્યજનક નિવેદન
Dhurandhar: નિક જોનસ પર ચઢ્યો રણવીર સિંહનો ખુમાર! ‘શરારત’ ગીત પર જોનસ બ્રધર્સનો દેશી ડાન્સ વાયરલ.
Exit mobile version