News Continuous Bureau | Mumbai
Dunki drop 4: શાહરુખ ખાન ની ફિલ્મ પઠાણ અને જવાન બાદ ચાહકો કિંગ ખાન ની આગામી ફિલ્મ ડંકી ની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 21 ડિસેમ્બરે રિલીઝ થવાની છે.ફિલ્મ ની રિલીઝ પહેલા મેકર્સે ફિલ્મ નું ટ્રેલર રિલીઝ કર્યું છે. જેમાં શાહરૂખ ખાન, તાપસી પન્નુ અને વિકી કૌશલની જોરદાર એક્ટિંગ જોવા મળી રહી છે.
ફિલ્મ ડંકી નું ટ્રેલર
ડંકી ના સામે આવેલા ટ્રેલર માં જોવા મળી રહ્યું છે કે, શાહરૂખ ખાન પોતાની જૂની વાર્તા કહેતો જોવા મળી રહ્યો છે. શાહરૂખ ખાન પંજાબથી વિકી કૌશલ અને તાપસી સાથે ગેરકાયદે વિદેશ જવાની કહાની લઈને આવ્યો છે. ચાર મિત્રોની વાર્તા ભારતથી વિદેશમાં કેવી રીતે જશે તે આ ફિલ્મમાં બતાવવામાં આવશે. ફિલ્મનું ટ્રેલર એક અનોખી પરંતુ જીવન બદલી નાખનારી સફરની ઝલક આપે છે જે સપનાને સાકાર કરવા માટે હાથ ધરે છે. ફિલ્મ નું શીર્ષક ડંકી ફ્લાય તરીકે ઓળખાતા ઇમિગ્રન્ટ્સ દ્વારા અપનાવવામાં આવેલા શબ્દનો ઉલ્લેખ કરે છે.
તમને જણાવી દઈએ કે આ ફિલ્મ નું નિર્દેશન રાજકુમાર હીરાની એ કર્યું છે. તેમજ ફિલ્મ નું નિર્માણ હીરાની,ગૌરી ખાન અને જ્યોતિ દેશપાંડે એ કર્યું છે. આ ફિલ્મ માં શાહરુખ ખાન,તાપસી પન્નુ, વિકી કૌશલ, બોમન ઈરાની મુખ્ય ભૂમિકામાં છે.
આ સમાચાર પણ વાંચોઃ Koffee with karan 8: કોફી વિથ કરણ 8 માં કિયારા અડવાણી અને વિકી કૌશેલે પોતાની પર્સનલ લાઈફ ને લઈને કર્યા ઘણા ખુલાસા,વાયરલ થયો શોનો નવો પ્રોમો
