News Continuous Bureau | Mumbai
Shahrukh khan Dunki: વર્ષ 2023 શાહરુખ ખાન માટે લકી સાબિત થયું છે. શાહરુખ ખાન ની આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ પઠાણ અને જવાન એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. હવે ચાહકો શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી ની આતુરતા થી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ ની પહેલી ટીઝર ડંકી ડ્રોપ 1 રિલીઝ થઇ ગયું હતું હવે આ ફિલ્મ નું પહેલું ગીર ડંકી ડ્રોપ 2 લૂટ પુટ ગયા’ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીત રિલીઝ થતા જ વાયરલ થઇ ગયું છે. આ ગીત માં લોકો ને શાહરુખ ખાન નો અલગ અંદાજ જોવા મળી રહ્યો છે.
ડંકી નું પહેલું ગીત થયું રિલીઝ
શાહરુખ ખાન જયારે તાપસી ના પ્રેમ માં પડે છે ત્યારે આ ગીત ગાય છે. આ ગીત માં શાહરુખ તેના પ્રેમ ની સફર બતાવે છે. આ ગીત પ્રિતમ દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યું છે, તેમજ અરિજિત સિંહ એ આ ગીત ને પોતાનો અવાજ આપ્યો છે. સ્વાનંદ કિરકિરે અને આઈપી સિંઘ દ્વારા આ ગીત લખવામાં આવ્યું છે. ગીતની કોરિયોગ્રાફી ગણેશ આચાર્ય એ કરી છે.આ ગીતમાં શાહરૂખ અને તાપસીનો અલગ જ અંદાજ જોવા મળી રહ્યો છે.અત્યારસુધી માં આ ગીત ને 2 કરોડ થી ઉપર લોકો જોઈ ચુક્યા છે.
તમને જણાવી દઈએ કે શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી આવતા મહિના ની 21 તારીખે રિલીઝ થશે. આ ફિલ્મ માં શાહરુખ ખાન ની સાથે તાપસી પન્નુ, વિકી કૌશલ, બોમન ઈરાની, વિક્રમ કોચર, અનિલ ગ્રોવર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
આ સમાચાર પણ વાંચોઃ Rajkumar hirani Dunki: 22 ડિસેમ્બરે નહીં પરંતુ આ તારીખે રિલીઝ થશે શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી, રાજકુમાર હીરાની એ કરી નવી ડેટ ની જાહેરાત
