Shahrukh khan Dunki: શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી નું પહેલું ગીત ‘લૂટ પુટ ગયા’ થયું વાયરલ, એકજ દિવસ માં ગીત ને મળ્યા આટલા વ્યૂઝ

Shahrukh khan Dunki: શાહરૂખ ખાનની બહુચર્ચિત ફિલ્મ ડંકી નું પહેલું ગીત લૂટ પુટ ગયા' રિલીઝ થઇ ગયું છે. આ ગીત રિલીઝ થતા ની સાથે જ વાયરલ થઈ ગયું છે. આ ગીત માં લોકો ને શાહરુખ ખાન નો અંદાજ ખુબજ પસંદ આવી રહ્યો છે.

by Zalak Parikh
shahrukh khan film dunki first song lut put gaya goes viral

News Continuous Bureau | Mumbai 

Shahrukh khan Dunki: વર્ષ 2023 શાહરુખ ખાન માટે લકી સાબિત થયું છે. શાહરુખ ખાન ની આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ પઠાણ અને જવાન એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. હવે ચાહકો શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી ની આતુરતા થી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ ની પહેલી ટીઝર ડંકી ડ્રોપ 1 રિલીઝ થઇ ગયું હતું હવે આ ફિલ્મ નું પહેલું ગીર ડંકી ડ્રોપ 2 લૂટ પુટ ગયા’ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીત રિલીઝ થતા જ વાયરલ થઇ ગયું છે. આ ગીત માં લોકો ને શાહરુખ ખાન નો અલગ અંદાજ જોવા મળી રહ્યો છે. 

 

ડંકી નું પહેલું ગીત થયું રિલીઝ 

શાહરુખ ખાન જયારે તાપસી ના પ્રેમ માં પડે છે ત્યારે આ ગીત ગાય છે. આ ગીત માં શાહરુખ તેના પ્રેમ ની સફર બતાવે છે. આ ગીત પ્રિતમ દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યું છે, તેમજ અરિજિત સિંહ એ આ ગીત ને પોતાનો અવાજ આપ્યો છે. સ્વાનંદ કિરકિરે અને આઈપી સિંઘ દ્વારા આ ગીત લખવામાં આવ્યું છે. ગીતની કોરિયોગ્રાફી ગણેશ આચાર્ય એ કરી છે.આ ગીતમાં શાહરૂખ અને તાપસીનો અલગ જ અંદાજ જોવા મળી રહ્યો છે.અત્યારસુધી માં આ ગીત ને 2 કરોડ થી ઉપર લોકો જોઈ ચુક્યા છે. 


તમને જણાવી દઈએ કે શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી આવતા મહિના ની 21 તારીખે રિલીઝ થશે. આ ફિલ્મ માં શાહરુખ ખાન ની સાથે તાપસી પન્નુ, વિકી કૌશલ, બોમન ઈરાની, વિક્રમ કોચર, અનિલ ગ્રોવર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. 

આ સમાચાર પણ વાંચોઃ Rajkumar hirani Dunki: 22 ડિસેમ્બરે નહીં પરંતુ આ તારીખે રિલીઝ થશે શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી, રાજકુમાર હીરાની એ કરી નવી ડેટ ની જાહેરાત

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More