News Continuous Bureau | Mumbai
Shahrukh khan dunki: શાહરુખ ખાન માટે વર્ષ 2023 લકી સાબિત થયું છે. તેની બંને ફિલ્મો પઠાણ અને જવાન બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી. હવે ચાહકો કિંગ ખાન ની ફિલ્મ ડંકી ની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ આ વર્ષે ક્રિસમસ ના અવસર પર રિલીઝ થશે. ફિલ્મ ડંકી ના પોસ્ટરે ચાહકો નો ઉત્સાહ બમણો કરી દીધો છે. હવે ફિલ્મ ના ગીત ને લઈને એક અપડેટ આવ્યું છે આ ફિલ્મ નું ગીત ‘લૂટ પૂટ ગયા’ આ અઠવાડિયે રિલીઝ થશે.
ડંકી ના ગીત ની રિલીઝ ડેટ
ફિલ્મ ડંકી સાથે જોડાયેલા એક સૂત્રના જણાવ્યા અનુસાર, “ડંકી ડ્રોપ 1 અને રસપ્રદ પોસ્ટર પછી, નિર્માતાઓ ‘ડંકી’ નું પહેલું ગીત ‘લુટ પુટ ગયા’ 22 નવેમ્બરે રિલીઝ કરવાની યોજના બનાવી રહ્યા છે, આ રોમેન્ટિક ટ્રૅકમાં અલૌકિક ડાન્સ સ્ટેપ્સ સાથે ભાવનાત્મક પરંતુ મજેદાર ટ્યુન સાંભળવા મળશે.. તે દરેકને તેના પર નૃત્ય કરવા મજબુર કરી દેશે.”
આ સમાચાર પણ વાંચોઃ Farah Khan: ‘ઓમ શાંતિ ઓમ’ ના આ ગીત ના શૂટિંગ માટે શાહરુખ ખાને 2 દિવસ સુધી નહોતું પીધું પાણી, ફરાહ ખાને શેર કર્યો કિસ્સો
તમને જણાવી દઈએ કે, શાહરુખ ખાન ના જન્મદિવસ પર આ ફિલ્મ નું ડ્રોપ 1 રિલીઝ થયું હતું.આ ફિલ્મ થી રાજકુમાર હીરાની અને શાહરુખ ખાન પહેલીવાર એક સાથે કામ કરી રહ્યા છે.