Site icon

Dunki OTT: રિલીઝ પહેલા જ શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી ના વેચાયા ઓટીટી રાઇટ્સ, અધધ આટલા કરોડ માં થઇ ડીલ

Dunki OTT: જવાન ની સફળતા બાદ શાહરુખ ખાન ના ફેન્સ તેની આગામી ફિલ્મ ડંકીને લઈને ઉત્સાહિત છે. આ ફિલ્મ ડિસેમ્બરમાં ક્રિસમસ ના અવસર પર સિનેમાઘરોમાં આવશે, પરંતુ તે પહેલા OTT રાઇટ્સ અંગે અપડેટ સામે આવ્યું છે.

shahrukh khan film dunki ott rights bagged by jio cinema

shahrukh khan film dunki ott rights bagged by jio cinema

News Continuous Bureau | Mumbai

Dunki OTT: શાહરુખ ખાન ની ફિલ્મ જવાન બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. દરેક જગ્યા એ બસ જવાન ની જ ચર્ચા ચાલી રહી છે.’જવાન’ રૂ. 500 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે, જ્યારે વિશ્વભરમાં કલેક્શન રૂ. 1000 કરોડની નજીક પહોંચી ગયું છે. હવે દર્શકો શાહરૂખની ફિલ્મ ડંકી ની આતુરતા થી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મની થિયેટરમાં રિલીઝ પહેલા જ તેના OTT રાઇટ્સ વિશે સમાચારો સામે આવી રહ્યા છે. ડંકી ના  OTT રાઇટ્સ ની કિંમત સાંભળીને તમારી પણ આંખો પહોળી થઇ જશે. .

Join Our WhatsApp Community

 

 ડંકી ના ઓટીટી રાઇટ્સ 

શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી રિલીઝ પહેલા જ ટોક ઓફ ધ ટાઉન બની ગઈ છે. તેનું કારણ તેના OTT અધિકારો છે. શાહરૂખ ખાનની ફિલ્મ તેના OTT અધિકારોના સમાચારને કારણે રિલીઝ પહેલા જ ઘણી હેડલાઇન્સ બનાવી રહી છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ડંકીના ઓટીટી રાઇટ્સ જિયો સિનેમા એ ખરીદી લીધા છે. આ માટે તેણે મોટી રકમ પણ ચૂકવી છે. શાહરૂખ ખાનની ડંકી નાં રાઇટ્સ લગભગ 155 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, ડંકી ના સેટેલાઇટ અને ડિજિટલ બંને  રાઇટ્સ 230 કરોડ રૂપિયામાં વેચાયા છે.

આ સમાચાર પણ વાંચો: Anil kapoor: અનિલ કપૂર ની આ વસ્તુ નો ઉપયોગ કરતા પહેલા લેવી પડશે પરવાનગી, દિલ્હી હાઇકોર્ટે આપ્યો અભિનેતા ના હક માં ચુકાદો

 

શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી 

‘ડંકી’ એ  એક સ્થળાંતરિત માણસની વાર્તા છે.આ ફિલ્મ થી શાહરૂખ ખાન પહેલીવાર રાજકુમાર હિરાની સાથે કામ કરી રહ્યો છે. રાજકુમાર હિરાનીએ પોતાની કારકિર્દીમાં એક પણ ફ્લોપ ફિલ્મ આપી નથી. શાહરૂખ અને રાજુની જોડી પણ ઈતિહાસ રચવા તૈયાર છે. ડંકીમાં શાહરૂખ ખાન સાથે તાપસી પન્નુ અને વિકી કૌશલ પણ જોવા મળશે. જોકે, ફિલ્મની સત્તાવાર રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી.

Mirabai Chanu: મીરાબાઈ ચાનૂનો વિશ્વ ભારતીયેત્તલોન ચેમ્પિયનશિપમાં જાદુ, અધધ આટલા કિલો વજન ઉઠાવીને જીત્યો રજત પદક
Aishwarya and Abhishek: 13 વર્ષ ની ઉંમર માં આરાધ્યા બચ્ચન બની કરોડપતિ, ઐશ્વર્યા અને અભિષેક એ દીકરી માટે આ જગ્યા એ ખરીદ્યો વીલા
Nita Ambani: ફાલ્ગુની પાઠક ના તાલે ઝૂમી નીતા અંબાણી, દાંડિયા કવીન સાથે ગરબા રમી ને ધૂમધામથી ઉજવ્યો દશેરા નો તહેવાર
KSBKBT 2 Spoiler: કયુંકી સાસ ભી કભી બહુ થી 2 માં સમાપ્ત થઇ મિહિર ની નારાજગી,ગુસ્સા માં આવી નોયના કરશે આ કામ, જાણો શો ના આગામી એપિસોડ વિશે
Exit mobile version