Site icon

Jawan : 1000 કરોડ કમાયા બાદ પણ શાહરુખ ખાન ની ફિલ્મ જવાન ને લાગ્યો ફ્લોપ નો ધબ્બો, જાણો શું છે કારણ

Jawan: શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન' એ વર્લ્ડવાઇડ ખુબ જ શાનદાર કમાણી કરી છે . આ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર 673.75 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તેમ છતાં જવાન ને ફ્લોપ ગણાવવામાં આવી રહી છે.

shahrukh khan film jawan declared flop in kerala box office

shahrukh khan film jawan declared flop in kerala box office

News Continuous Bureau | Mumbai

Jawan: શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ આ વર્ષની બોક્સ ઓફિસ પર અત્યાર સુધીની સૌથી મોટી ફિલ્મ સાબિત થઈ છે. વિશ્વભરની ઘણી ભાષાઓમાં રિલીઝ થયેલી આ ફિલ્મે જોરદાર કમાણી કરી છે. તેણે વિશ્વભરમાં 1000 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. દરમિયાન, ‘જવાન’ની બોક્સ ઓફિસને લઈને એક નવું અને ચોંકાવનારું અપડેટ સામે આવી રહ્યું છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ એક જગ્યાએ ખરાબ રીતે નિષ્ફળ ગઈ છે. સ્થિતિ એવી છે કે બ્લોકબસ્ટર ફિલ્મ ‘જવાન’ને અહીં ફ્લોપ જાહેર કરવામાં આવી છે.

Join Our WhatsApp Community

 

શાહરુખ ખાન ની જવાન પર લાગ્યો ફ્લોપ નો ધબ્બો 

શાહરૂખ ખાન, નયનતારા અને વિજય સેતુપતિ જેવા મોટા કલાકારોએ સાથે આવીને દેશભરમાં હલચલ મચાવી દીધી હતી. આ ફિલ્મે કમાણીના ઘણા રેકોર્ડ તોડ્યા હતા પરંતુ હવે અહેવાલો આવી રહ્યા છે કે એક રાજ્યમાં આ ફિલ્મ ફ્લોપ જાહેર કરવામાં આવી છે. એક વેપાર વિશ્લેષક ના જણાવ્યા અનુસાર, ‘જવાન’ કેરળમાં ફ્લોપ થઈ છે. તેણે કહ્યું કે ‘જવાન’ના થિયેટર રાઇટ્સનો ભાવ એટલો વધારે હતો કે ફિલ્મ રાજ્યમાં બ્રેક-ઇવનનો આંક પણ પાર કરી શકી ન હતી.અને તેને ભારે નુકસાન થયું છે. મલયાલમ દર્શકોએ આ ફિલ્મને નકારી કાઢી હતી અને ‘જવાન’ કેરળમાં માત્ર 13 કરોડ રૂપિયાની કમાણી કરી શકી હતી.

આ સમાચાર પણ વાંચો: Parineeti-Raghav wedding: લગ્નના બંધનમાં બંધાયા પરિણીતી અને રાઘવ,ગ્રાન્ડ વેડિંગ બાદ કપલ ની પહેલી તસવીર થઇ વાયરલ

જવાન નું કુલ કલેક્શન 

શાહરુખ ખાન ની ફિલ્મ ‘જવાન’એ દેશભરમાં 560 કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કર્યું છે. સાઉથમાં ફિલ્મની કમાણીની વાત કરીએ તો શાહરૂખની ફિલ્મે કર્ણાટક બોક્સ ઓફિસ પર 52.85 કરોડ રૂપિયા, આંધ્રપ્રદેશમાં 56.7 કરોડ રૂપિયા અને તમિલનાડુમાં 48.23 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મે દુનિયાભરમાંથી 1005 કરોડ રૂપિયાની કમાણી કરી છે. 

Dharmendra Health Update: ‘હું નબળી પડી શકતી નથી!’ ધર્મેન્દ્રની તબિયત પર હેમા માલિનીનું ભાવુક નિવેદન, બાળકોને લઈને કહી આ મોટી વાત
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: કયુંકી માં એ જ જૂની સ્ટોરી લાઈન જોઈને બોર થઇ ગયા દર્શકો!હવે શું થશે ટીઆરપી નું?
120 Bahadur: ફિલ્મ ‘120 બહાદુર’ના મેકર્સે લોન્ચ કરી ડાક ટિકિટ, ફરહાન અખ્તરે રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી
Rashmika and Vijay: ‘ધ ગર્લફ્રેન્ડ’ના સફળતા કાર્યક્રમમાં રશ્મિકા સાથે વિજય દેવરકોન્ડા એ કર્યું એવું કામ કે, વીડિયો થયો વાયરલ
Exit mobile version