News Continuous Bureau | Mumbai
બોલિવૂડના ‘પઠાણ’ શાહરૂખ ખાનની ( shahrukh khan ) ફિલ્મ ‘જવાન’ના ( jawan ) ડાયરેક્ટર ( director ) એટલી કુમારના ઘરે ખુશીઓ છવાઈ ગઈ છે. એટલી ( atlee ) કુમાર અને તેમની પત્ની પ્રિયા ( priya ) મોહન લગ્નના 8 વર્ષ બાદ માતા-પિતા બનવાના ( expecting first child ) છે. એટલી કુમારે સોશિયલ મીડિયા પર પ્રેગ્નન્સી ફોટોશૂટની તસવીરો શેર કરીને ચાહકો સાથે આ સારા સમાચાર આપ્યા છે. એટલી કુમારે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ‘આ શેર કરતા ઘણો આનંદ થાય છે કે અમારો પરિવાર વધવા જઈ રહ્યો છે. હા અમે માતા-પિતા બનવાના છીએ. અમારી આ સુંદર યાત્રામાં તમારા આશીર્વાદ અને દુઆ ની જરૂર છે. એટલીની આ પોસ્ટ પર, ચાહકો અને સેલેબ્સ તેમને આ સારા સમાચાર માટે અભિનંદન આપી રહ્યા છે.
એટલી કુમારે શેર કરી પોસ્ટ
તસવીરોમાં એટલી કુમાર તેની પત્ની પ્રિયા સાથે ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. આ તસવીરોમાં બંનેની સાથે તેમનો કૂતરો પણ દેખાઈ રહ્યો છે. એટલી અને પ્રિયા મોહનની પહેલી તસવીર બ્લેક એન્ડ વ્હાઇટ છે, જ્યારે બીજી તસવીરમાં બંને પોતાના કૂતરા સાથે ખુશ જોવા મળે છે. એટલી અને પ્રિયાએ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ 2014માં ચેન્નાઈમાં ભવ્ય લગ્ન કર્યા હતા. બંનેના લગ્નમાં ઘણી મોટી હસ્તીઓ સામેલ થઈ હતી. એટલી ની પત્ની પ્રિયા પણ અભિનેત્રી છે અને તેણે દક્ષિણ સિનેમાની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.
View this post on Instagram
આ સમાચાર પણ વાંચો: 5G લોન્ચ, મુકેશ અંબાણીનો ઈશારો, કિંમત પર મૌન! 2022ના અંતે 5Gએ મારી બાજી
ફિલ્મ ‘જવાન’ થી કરશે બોલિવૂડમાં ડેબ્યુ
21 સપ્ટેમ્બર, 1986 ના રોજ મદુરાઈ, તમિલનાડુ માં જન્મેલા એટલી કુમાર તમિલ ફિલ્મ ઉદ્યોગના જાણીતા નિર્દેશકો માંના એક છે. એટલી કુમારે અત્યાર સુધી પોતાની કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. આગામી સમયમાં એટલી કુમાર ફિલ્મ ‘જવાન’થી બોલિવૂડમાં દિગ્દર્શક તરીકે ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે નયનતારા, વિજય સેતુપતિ, યોગી બાબુ અને પ્રિયમણી પણ જોવા મળશે. એટલી એ ‘બિગિલ’, ‘મર્સેલ’, ‘થેરી’ સહિત ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોમાં થલપતિ વિજય સાથે કામ કર્યું છે.