News Continuous Bureau | Mumbai
કિંગ ખાન ના ચાહકો ઘણીવાર તેના માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે, ઉલ્લેખનીય છે કે, ફિલ્મ ‘પઠાણ’ જોવા માટે, કિંગ ખાનના ફેન્સ ફર્સ્ટ ડે ફર્સ્ટ શો ની ટિકિટ ખરીદવા માટે હજારો રૂપિયા ખર્ચી રહ્યા છે. આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ 20 જાન્યુઆરી થી જ શરૂ થઈ ગયું હતું, ત્યારથી આ ફિલ્મની ટિકિટ ના ભાવ આસમાને છે. આટલું બધું હોવા છતાં ચાહકો ટિકિટ ખરીદવા થી પાછળ નથી રહ્યા.
ફિલ્મ ‘પઠાણ’ ની ટિકિટ આટલા રૂપિયામાં વેચાઈ રહી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગુડગાંવના એમ્બિયન્સ મોલમાં ‘પઠાણ’ ની ટિકિટ 2400, 2200 અને 2000 રૂપિયામાં વેચાઈ રહી છે. નવાઈની વાત એ છે કે ટિકિટ ના આટલા ઊંચા ભાવ હોવા છતાં તમામ શો હાઉસફુલ છે. જો રિપોર્ટ્સનું માનીએ તો દિલ્હીના કેટલાક મલ્ટિપ્લેક્સમાં ‘પઠાણ’ ની ટિકિટ 2,100 રૂપિયા સુધી વેચાઈ રહી છે. આ સિવાય કેટલાક થિયેટરોમાં સવારના શોની ટિકિટ 1000 રૂપિયા સુધી વેચાઈ રહી છે, પરંતુ આટલી મોંઘી ટિકિટ હોવા છતાં શાહરૂખ ની ‘પઠાણ’ ની એડવાન્સ બુકિંગ તમામ રેકોર્ડ તોડી રહી છે. ‘પઠાણ’ ના હિન્દી અને તેલુગુ વર્ઝન ની સૌથી વધુ ટિકિટો વેચાઈ રહી છે. રિલીઝ પહેલા જ શાહરૂખ નું સ્ટારડમ એ વાતની સાક્ષી આપી રહ્યું છે કે તેની ફિલ્મ પઠાણ સુપરહિટ થવાની છે. ‘પઠાણ’ ને લઈને ચાલી રહેલા વિવાદ ની પણ ચાહકો પર કોઈ અસર થઈ નથી.
ફિલ્મ પઠાણ માં જોવા મળશે શાહરુખ ખાન નો અલગ અવતાર
તમને જણાવી દઈએ કે ફિલ્મ ‘પઠાણ’ 25 જાન્યુઆરી એ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં ચાહકોને શાહરૂખનો અત્યાર સુધીનો સૌથી અલગ અવતાર જોવા મળશે. શાહરૂખે ‘પઠાણ’ માટે પોતાના શરીર પર ઘણી મહેનત કરી છે, જે ફિલ્મના ટ્રેલરમાં સ્પષ્ટ દેખાય છે. શાહરૂખ ‘પઠાણ’ માં દીપિકા પાદુકોણ સાથે રોમાન્સ કરતો જોવા મળશે. આ ફિલ્મમાં જોન અબ્રાહમ પણ લીડ રોલમાં જોવા મળશે.