News Continuous Bureau | Mumbai
Gayatri joshi car accident: આશુતોષ ગોવારીકર ની ફિલ્મ સ્વદેશ માં બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન સાથે અભિનેત્રી ગાયત્રી જોશી એ બોલિવૂડ માં ડેબ્યુ કર્યું હતું. જો કે ત્યારબાદ અભિનેત્રીએ બહુ ઓછી ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ પોતાની એક અલગ છાપ છોડી હતી હાલમાં જ એક્ટ્રેસ સાથે જોડાયેલો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. અભિનેત્રીની કારનો અકસ્માત થયો હતો, જેમાં અભિનેત્રી અને તેના પતિનો બચાવ થયો હતો. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. ઈટાલીમાં થયેલા આ અકસ્માતનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ગાયત્રી જોશી નો થયો કાર અકસ્માત
બોલિવૂડ અભિનેત્રી ગાયત્રી જોશી અને તેના પતિ વિકાસ ઓબેરોય ની લેમ્બોર્ગિની કાર એક ફેરારી સાથે અથડાઈ હતી, પરિણામે સ્વિસ દંપતીનું મૃત્યુ થયું હતું. આ દુર્ઘટના ઈટલીના સાર્ડિનિયાના એક વિસ્તારમાં થઈ હતી, ઘટના સમયે ગાયત્રી અને તેનો પતિ તેમની કાર લેમ્બોર્ગિનીમાં જઈ રહ્યા હતા. તેમની કાર ની આગળ પાછળ બીજી ઘણી કાર પણ દોડતી હતી. એક મીની ટ્રકને ઓવરટેક કરતી વખતે, તેમની કાર ફેરારી સાથે અથડાઈ, જે બદલામાં સાથે મુસાફરી કરી રહેલી મીની ટ્રક સાથે અથડાઈ. અથડામણ ને કારણે મિની ટ્રક પલટી ગઈ અને ફેરારી માં આગ લાગી ગઈ. અને ફેરારી કારમાં મુસાફરી કરી રહેલા એક સ્વિસ કપલ નું મોત થઇ ગયું .ગાયત્રી અને વિકાસને સામાન્ય ઈજા થઈ હતી, પરંતુ બંને સુરક્ષિત છે.
Bollywood Actress Gayatri Joshi & Her Husband Vikas Oberoi Meet With Tragic Car Accident In #Italy.
Swades Film actress #GayatriJoshi and Her husband were on Vacation in Italy, Gayatri and Her husband are fine.#Caraccident pic.twitter.com/zkWxbgFusr
— Afroz Alam (@AfrozJournalist) October 4, 2023
એક ન્યુઝ પોર્ટલે એવો પણ અહેવાલ આપ્યો છે કે જ્યારે ગાયત્રીના પતિની લેમ્બોર્ગિની અને સ્વિસ કપલની ફેરારી એ એક જ સમયે કેમ્પર વાન ને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે આ અથડામણ થઈ હતી. જેના કારણે ફેરારી માં આગ લાગી અને વાન પલટી ગઈ. જોકે, એવું કહેવામાં આવી રહ્યું છે કે ગાયત્રી અને તેનો પતિ લક્ઝરી કારમાં રેસ કરી રહ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Dunki story: શું ભારત-કેનેડા ના ઇમિગ્રેશન પર આધારિત છે શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી? જાણો શું છે ફિલ્મ ની અસલી વાર્તા