Gayatri joshi car accident: શાહરુખ ખાન ની ફિલ્મ થી ડેબ્યુ કરનાર આ અભિનેત્રી નો થયો કાર અકસ્માત, લાઈવ વિડીયો થયો વાયરલ

Gayatri joshi car accident: શાહરૂખ ખાન સાથે ફિલ્મ સ્વદેશથી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર અભિનેત્રી ગાયત્રી જોશી અને તેના પતિ વિકાસ ઓબેરોય નો કાર અકસ્માત થયો છે. જેમાં એક દંપતીનું મોત થયું હતું.આ અકસ્માત નો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે.

shahrukh khan film swadesh actress gayatri joshi car accident live video goes viral

shahrukh khan film swadesh actress gayatri joshi car accident live video goes viral

News Continuous Bureau | Mumbai

Gayatri joshi car accident: આશુતોષ ગોવારીકર ની ફિલ્મ સ્વદેશ માં બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન સાથે અભિનેત્રી ગાયત્રી જોશી એ બોલિવૂડ માં ડેબ્યુ કર્યું હતું. જો કે ત્યારબાદ અભિનેત્રીએ બહુ ઓછી ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ પોતાની એક અલગ છાપ છોડી હતી  હાલમાં જ એક્ટ્રેસ સાથે જોડાયેલો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. અભિનેત્રીની કારનો અકસ્માત થયો હતો, જેમાં અભિનેત્રી અને તેના પતિનો બચાવ થયો હતો. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. ઈટાલીમાં થયેલા આ અકસ્માતનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

Join Our WhatsApp Community

 

 ગાયત્રી જોશી નો થયો કાર અકસ્માત 

બોલિવૂડ અભિનેત્રી ગાયત્રી જોશી અને તેના પતિ વિકાસ ઓબેરોય ની લેમ્બોર્ગિની કાર એક ફેરારી સાથે અથડાઈ હતી, પરિણામે સ્વિસ દંપતીનું મૃત્યુ થયું હતું. આ દુર્ઘટના ઈટલીના સાર્ડિનિયાના એક વિસ્તારમાં થઈ હતી, ઘટના સમયે ગાયત્રી અને તેનો પતિ તેમની કાર લેમ્બોર્ગિનીમાં જઈ રહ્યા હતા. તેમની કાર ની આગળ  પાછળ બીજી ઘણી કાર પણ દોડતી હતી. એક મીની ટ્રકને ઓવરટેક કરતી વખતે, તેમની કાર ફેરારી સાથે અથડાઈ, જે બદલામાં સાથે મુસાફરી કરી રહેલી મીની ટ્રક સાથે અથડાઈ. અથડામણ ને કારણે મિની ટ્રક પલટી ગઈ અને ફેરારી માં આગ લાગી ગઈ. અને ફેરારી કારમાં મુસાફરી કરી રહેલા એક સ્વિસ કપલ નું મોત થઇ ગયું .ગાયત્રી અને વિકાસને સામાન્ય ઈજા થઈ હતી, પરંતુ બંને સુરક્ષિત છે.


એક ન્યુઝ પોર્ટલે એવો પણ અહેવાલ આપ્યો છે કે જ્યારે ગાયત્રીના પતિની લેમ્બોર્ગિની અને સ્વિસ કપલની ફેરારી એ એક જ સમયે કેમ્પર વાન ને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે આ અથડામણ થઈ હતી. જેના કારણે ફેરારી માં આગ લાગી અને વાન પલટી ગઈ. જોકે, એવું કહેવામાં આવી રહ્યું છે કે ગાયત્રી અને તેનો પતિ લક્ઝરી કારમાં રેસ કરી રહ્યા હતા.

આ  સમાચાર પણ વાંચો : Dunki story: શું ભારત-કેનેડા ના ઇમિગ્રેશન પર આધારિત છે શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી? જાણો શું છે ફિલ્મ ની અસલી વાર્તા

 

Kumar Sanu : કુમાર સાનુ આરપારના મૂડમાં! એક્સ વાઈફ રીતા ભટ્ટાચાર્યને ફટકારી લીગલ નોટિસ, બદનક્ષી બદલ માંગી અધધ આટલી રકમ
Dhurandhar’ Success: ધુરંધર હિટ રહેતા અક્ષય ખન્ના ગદગદ: ‘રહેમાન ડકૈત’ના રોલને મળેલા પ્રેમ બદલ એક્ટરે વ્યક્ત કરી ખુશી, જાણો શું કહ્યું?
The Great Indian Kapil Show Season 4 Teaser: કપિલના મંચ પર ‘દેશી ગર્લ’નો દબદબો! ચોથી સીઝનના પહેલા જ એપિસોડમાં પ્રિયંકા ચોપરા કરશે ધમાલ, જુઓ વાયરલ ઝલક
Ikkis: ધર્મેન્દ્રના ફેન્સ માટે માઠા સમાચાર: ‘ઇક્કીસ’ની રિલીઝ ડેટ લંબાવાઈ, જાણો મેકર્સે કેમ લેવો પડ્યો આ મોટો નિર્ણય?
Exit mobile version