News Continuous Bureau | Mumbai
Shahrukh khan hospitalized: બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેનાથી તેના ફેન્સની ચિંતા વધી શકે છે. શાહરૂખ ખાનની ખરાબ તબિયતના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ગરમીના કારણે સુપરસ્ટારની તબિયત બગડી હતી, ત્યારબાદ તેને અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
Shahrukh khan hospitalized: તેને રજા આપવામાં આવી નથી
હાલમાં સમાચાર છે કે તે સ્વસ્થ છે. પરંતુ તેને રજા આપવામાં આવી નથી. તે હાલ ડોકટરોની દેખરેખ હેઠળ છે. મહત્વનું છે જ શાહરૂખ ખાન IPL 2024 ક્વોલિફાયર 1 માં તેની ટીમ KKR ને સપોર્ટ કરવા અમદાવાદમાં આવ્યો હતો. ગઈકાલે, તે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તેની ટીમ માટે તાળીઓ પાડતો અને પ્રોત્સાહન આપતો જોવા મળ્યો હતો.
આ સમાચાર પણ વાંચો: Sanjay leela bhansali: સંજય લીલા ભણસાલી એ દેવદાસ ના ક્લાઈમેક્સ માટે રાતોરાત બદલી ઐશ્વર્યા રાય ની સાડી, આટલા મીટર લાંબી સાડી માં શૂટ થયો સીન
Shahrukh khan hospitalized: હીટસ્ટ્રોકના કારણે તબિયત લથડી હતી
તમને જણાવી દઈએ કે ગઈકાલે અમદાવાદમાં તાપમાન 40 ડિગ્રીને પાર હતું. આવી સ્થિતિમાં કહી શકાય કે હીટ સ્ટ્રોકના કારણે શાહરૂખ ખાનની તબિયત બગડી હતી અને તેને હોસ્પિટલમાં લઈ જવો પડ્યો હતો.