ShahRukh Khan LA Mansion: શાહરુખ ખાન નું લોસ એન્જલસ વાળું ઘર આમ જનતા માટે ખુલ્લું મુકાયું, બસ એક રાત સ્ટે કરવા માટે ચૂકવવું પડશે અધધ આટલું ભાડું

ShahRukh Khan LA Mansion: શાહરુખ ખાન નું મુંબઈ ઉપરાંત લોસ એન્જલસ માં પણ એક મોટું ઘર છે જે હવે આ મૅન્શન લોકો ના રહેવા માટે ખુલ્લું મુકાયું છે.

by Zalak Parikh
shahrukh khan luxurious la mansion is now available on airbnb

News Continuous Bureau | Mumbai

ShahRukh Khan LA Mansion: શાહરૂખ ખાન બોલિવૂડ નો કિંગ ખાન છે. શાહરૂખ ખાન મુંબઈ માં બાંદ્રા માં સ્થિત તેના ઘર મન્નત માં રહે છે. મુંબઈ ઉપરાંત શાહરૂખ ખાન પાસે લોસ એન્જેલિસ માં એક આકર્ષક મૅન્શન છે. હવે આ મૅન્શનમાં રહેવાનો મોકો ફેન્સ માટે ઉપલબ્ધ છે.જેને માટે તમારે એક રાત્રિ માટે ₹1.96 લાખ ચૂકવવા પડશે. 

આ સમાચાર પણ વાંચો: Amitabh and Jaya Bachchan: પોતાના આ ગીત પર પત્ની જયા બચ્ચન ને ઊંચકી અમિતાભ બચ્ચન એ કર્યો હતો ડાન્સ, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડીયો

શાહરુખ ખાનના મૅન્શનની વિશેષતાઓ

શાહરુખ ખાનના આ મૅન્શનમાં 6 બેડરૂમ, સ્વિમિંગ પૂલ, લક્ઝુરિયસ બાથરૂમ, ટેનિસ કોર્ટ અને શાનદાર કિચન જેવી સુવિધાઓ છે. આ મકાન લોસ એન્જેલિસના બેવર્લી હિલ્સ વિસ્તારમાં સ્થિત છે, જે સાંતા મોનિકા અને વેસ્ટ હોલીવુડના નજીક છે.આ મૅન્શનનું ઇન્ટિરિયર ખૂબ જ આકર્ષક છે. સ્ટેટમેન્ટ ઝૂમર, ક્લાસી ફર્નિચર અને પામના ઝાડોથી ઘેરાયેલું આ મકાન એક શાનદાર બીચ લુક આપે છે. 2019માં શાહરુખ ખાન એ આ મકાનની તસવીરો પોતાના એક્સ (X) એકાઉન્ટ પર શેર કરી હતી.


શાહરુખ ખાનના ફેન્સ માટે આ મૅન્શનમાં રહેવું એક અનોખો અનુભવ હશે. આ મકાનમાં રહેવા માટે ફેન્સને AIRbnb પર બુકિંગ કરાવવું પડશે. આ મકાનમાં રહેવું શાહરુખ ખાનના લક્ઝુરિયસ જીવનશૈલીનો અનુભવ કરાવશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More