‘ઝૂમે રે પઠાણ’: કાશ્મીરમાં ઝૂમી ઉઠ્યું ‘પઠાણ’, ઘાટીમાં 32 વર્ષ બાદ સિનેમા હોલ માં લાગ્યા હાઉસફુલ ના પાટિયા

કાશ્મીરમાં પણ શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ માટે ચાહકોનો જબરજસ્ત ક્રેઝ જોવા મળ્યો હતો. 32 વર્ષ પછી ઘાટીમાં સિનેમા હોલની બહાર હાઉસફુલ ના પાટિયા જોવા મળ્યા હતા.

by Zalak Parikh
pathan housfull in kashmir

News Continuous Bureau | Mumbai

 શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ સ્ટારર ફિલ્મ ‘પઠાણ’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ફિલ્મમાં શાહરૂખ ખાનના જબરદસ્ત એક્શન સીન્સે ચાહકોને સીટી મારવા મજબૂર કરી દીધા હતા. દેશભરમાં રિલીઝ થવાની સાથે ‘પઠાણ’ રોજેરોજ અનેક રેકોર્ડ બનાવી રહી છે. પઠાણે કાશ્મીરમાં એવો ચમત્કાર કરી બતાવ્યો કે ઘાટીના લોકો 32 વર્ષથી રાહ જોઈ રહ્યા હતા.પઠાણની સાથે 32 વર્ષ પછી કાશ્મીર ઘાટીના સિનેમાઘરોમાં હાઉસફુલ ના પાટિયા જોવા મળ્યા હતા. દેશની પ્રખ્યાત મલ્ટિપ્લેક્સ ચેન INOX Leisure Ltd એ ટ્વિટ કરીને આ વિશે માહિતી આપી છે. આના જવાબમાં શાહરૂખ ખાને ધન્યવાદ કહ્યું છે.

INOXએ ટ્વીટ કરી આપી માહિતી 

INOXએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. ટ્વીટમાં લખ્યું છે- ‘આજે સમગ્ર દેશમાં પઠાણને લઈને ક્રેઝ છે. 32 વર્ષ બાદ કાશ્મીર ઘાટી માં હાઉસફુલ સાઈન પરત લાવવા બદલ અમે કિંગ ખાનના આભારી છીએ. શાહરૂખ ખાનનો આભાર.’

આ મામલે રેકોર્ડ બનાવી રહી છે પઠાણ 

શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણે કમાણીના મામલે ઘણા રેકોર્ડ તોડ્યા છે. પઠાણ પહેલા દિવસે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. આ સાથે ‘પઠાણ’ એવી પહેલી ફિલ્મ છે જે બુધવારે રિલીઝ થઈ છે. આ સિવાય ફિલ્મે ભારતમાં સૌથી વધુ સિનેમાઘરોમાં રિલીઝ થવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. જોકે રિલીઝ પહેલા ગીત બેશરમ રંગને લઈને વિવાદ થયો હતો.આ વિવાદોની વચ્ચે શાહરુખ ખાન ની ફિલ્મ ‘પઠાણ’ જબરદસ્ત કમાણી કરી રહી છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More