News Continuous Bureau | Mumbai
બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. રિલીઝ થઈ ત્યારથી આ ફિલ્મ સતત ધમાલ મચાવી રહી છે. માત્ર દેશમાં જ નહીં, વિદેશોમાં પણ આ ફિલ્મે બમ્પર કમાણી કરી છે. પઠાણે સિનેમાઘરોમાં રેકોર્ડ તોડ્યા છે. ફિલ્મે બોક્સ ઓફિસ પર 50 દિવસ પૂરા કર્યા છે, પરંતુ હજુ પણ આ ફિલ્મ ભારતના 800 થીએટર અને વિશ્વના 20 દેશોમાં 135 થિયેટરોમાં ચાલી રહી છે. હવે સમાચાર આવી રહ્યા છે કે ખૂબ જ ટૂંક સમયમાં આ ફિલ્મ OTT પર પણ રિલીઝ થવાની છે.
આ ઓટિટિ પ્લેટફોર્મ પર થશે રિલીઝ
સિનેમાઘરોમાં દરેકનું મનોરંજન કર્યા પછી, સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ હવે દર્શકોનું મનોરંજન કરવા માટે ખૂબ જ ટૂંક સમયમાં OTT પર દસ્તક આપવા જઈ રહી છે. અહેવાલો અનુસાર, ફિલ્મ પઠાણ થિયેટરોમાં 56 દિવસ એટલે કે 8 અઠવાડિયા પૂરા કર્યા પછી 22 માર્ચ, 2023 ના રોજ OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ કરવામાં આવશે. ખૂબ જ ટૂંક સમયમાં એમેઝોન પ્રાઇમ વીડિયો પણ આ ફિલ્મની રિલીઝની જાહેરાત કરશે.એમેઝોન પ્રાઇમ વિડિયો એ ચોક્કસપણે આનો સંકેત આપ્યો છે, પરંતુ હજુ સુધી સત્તાવાર રીતે ફિલ્મની રજૂઆતની જાહેરાત કરી નથી. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ફિલ્મમાંથી ડિલીટ કરેલા સીન OTT પ્લેટફોર્મ પર બતાવવામાં આવી શકે છે. જો કે અત્યાર સુધી મેકર્સે પણ આ સમગ્ર મામલે મૌન સેવી લીધું છે. જણાવી દઈએ કે આ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર 450 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે.
રિલીઝ પહેલા વિવાદ માં પડી હતી પઠાણ
સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત, પઠાણે તેની રિલીઝ પહેલા જ હેડલાઇન્સ બનાવવાનું શરૂ કર્યું. તેના ગીત બેશરમ રંગને લઈને ઘણો વિવાદ થયો હતો. આ ફિલ્મના બહિષ્કારની ઘણી માંગ કરવામાં આવી હતી, પરંતુ તેમ છતાં આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ છે.શાહરૂખ ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે એટલી કુમારની ફિલ્મ ‘જવાન’ અને ડિરેક્ટર રાજકુમાર હિરાનીની ફિલ્મ ‘ડંકી’માં કામ કરતો જોવા મળશે. શાહરૂખ ખાનની આ બંને ફિલ્મો વર્ષ 2023માં જ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.