ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 નવેમ્બર, 2021
ગુરુવાર
ક્રુઝ ડ્રગ્સ પ્રકરણમાં 25 દિવસથી પણ વધુ સમય સુધી જેલમાં રહેલા આર્યન ખાનને બચાવવા માટે બોલીવુડ બાદશાહે પૈસા આપ્યા હોવાનો ઘટસ્ફોટ સેમ ડિસોઝાએ કર્યો છે. ક્રુઝ પ્રકરણમાં સાક્ષીદાર રહેલા પ્રભાકર સૈલે સબમીટ કરેલી એફિડેવિડમાં સેમ ડિસોઝાના નામનો પણ ઉલ્લેખ કરવામા આવ્યો હતો. સેમે એક ટેલિવિઝન ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે શાહરૂખની મેનેજર પુજા દદલાણીએ આર્યનને જેલની બહાર કાઢવા પૈસા આપ્યા હતા. પરંતુ તેને જેલ બહાર કાઢવો અશક્ય જણાતા પૈસા પાછા કરી દેવામાં આવ્યો હોવાનો પણ તેણે દાવો કર્યો હતો.
પોતાને બિઝનેસમેન ગણાવનારા સેમ ડિસોઝાએ એવો પણ આરોપ કર્યો હતો કે પુજા દદલાણીએ 50 લાખ રૂપિયા કે.પી.ગોસાવીને આપ્યા હતા. પરંતુ ગોસાવી ચીટર હોવાનું જણાતા જ તેને પૈસા પાછા કરવાનું કહેવામાં આવ્યું હતું.
કોમેડિયન ભારતી સિંહ તેના પતિ હર્ષ લિમ્બાચીયા સાથે મળી ને કરશે આ શોને હોસ્ટ ; જાણો વિગત
અહીં ઉલ્લેખીય છે કે પ્રભાકર સૈલે સબમીટ કરેલી એફિડેવિડમાં તેણે કહ્યુ હતું કે ગોસાવી, પુજા દદલાણી અને ડિસોઝા ત્રણે જણ 3 ઓક્ટોબરના લોઅર પરેલમાં મળ્યા હતા. ત્યારબાદ સૈલે ગોસાવીને તેના વાશી ખાતેના ઘર પાસે છોડયો હતો. બાદમાં તેણે સૈલને તારદેવની હોટલની બહારથી પૈસા લઈ આવવાને કહ્યું હતું. એક વ્યકિત બે બેગ લઈને કારમાં આવ્યો હતો અને તેણે બંને બેગ સૈલને આપી હતી. આ બેગ તેણે ડિસોઝાને ટ્રાઈડન્ટ હોટલમાં આપી હતી. ડિસોઝાએ આ પૈસા ગણ્યા હતા અને તે ફકત 38 લાખ હતા.