News Continuous Bureau | Mumbai
Shahrukh khan: વર્ષ 2023 શાહરુખ ખાન માટે શાનદાર રહ્યું છે. શાહરુખ ખાન ની પઠાણ અને જવાન બાદ બાદ હવે આ આ મહિને તેની ફિલ્મ ડંકી રિલીઝ થવા જઈ રહી છે. શાહરુખ ખાન તેના સરળ સ્વભાવ માટે જાણીતો છે. હાલમાંજ શાહરુખ ખાન ને મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યો હતો જ્યાંથી તેના વિડીયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. પરંતુ તેમાંના એક વિડીયો એ સૌનું ધ્યાન ખેંચ્યું હતું અને એ હતું શાહરુખ ખાન નું ધૈર્ય.
શાહરુખ ખાન નો વિડીયો
શાહરુખ ખાન ના વાયરલ થયેલા વિડીયો માં જોઈ શકાય છે કે શાહરુખ ખાન ઓલ બ્લેક લુક માં સુરક્ષા કર્મી સાથે એરપોર્ટ પહોંચ્યો હતો. આ દરમિયાન તેની મેનેજર પૂજા દદલાની એરપોર્ટ પર પોતાના પેપર ની તાપસ કરાવી રહી હતી ત્યાં શાહરુખ ખાન પણ પહોંચે છે અને તપાસ દરમિયાન, કિંગ ખાન તેના દસ્તાવેજો બતાવતી વખતે મોટી સ્મિત સાથે જોવા મળ્યો હતો.તે ધૈર્યપૂર્વક પોતાના દસ્તાવેજો ની તપાસ કરાવી રહ્યો હતો.
Baadshah on the Move!🛫 SRK looks dapper as he walks into the Mumbai Airport!🔥@iamsrk #ShahRukhKhan #SRK #Dunki pic.twitter.com/9YGUPPMtEw
— Shah Rukh Khan Universe Fan Club (@SRKUniverse) November 30, 2023
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ તરત જ ચાહકોએ કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું હતું. ફેન્સ અભિનેતાના નમ્ર સ્વભાવના વખાણ કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચોઃ Ajay devgn and kajol: આ ફિલ્મ ના સેટ પર અજય દેવગને કાજોલ ને કર્યું હતું પ્રપોઝ, અભિનેતા એ શેર કર્યો કિસ્સો