News Continuous Bureau | Mumbai
Shahrukh khan: સુપરસ્ટાર શાહરૂખ ખાન ફિલ્મ પઠાણ થી ચાર વર્ષ પછી મોટા પડદા પર પાછો ફર્યો હતો. પઠાણ ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર ધમાલ મચાવી હતી. જવાનની સફળતા બાદ હવે તેના ચાહકો તેને રાજકુમાર હિરાની ની ડંકીમાં જોવા માટે ઉત્સુક છે. શાહરૂખ ખાને પહેલીવાર રાજકુમાર અને એટલી બંને નિર્દેશકો સાથે કામ કર્યું છે. હાલમાં તે રાજકુમાર હીરાની ની ફિલ્મ ડંકી ના શૂટિંગ માટે કાશ્મીર ગયો હતો, ત્યારબાદ તેના એક વીડિયોએ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી હતી.
કાશ્મીર માં થયું શાહરુખ ખાન નું સ્વાગત
શાહરુખ ખાન નો કાશ્મીર થી એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં જોઈ શકાય છે કે, શાહરુખ નું સોનામર્ગ ની એક હોટલમાં ભવ્ય સ્વાગત થઇ રહ્યું છે.. તે સંપૂર્ણપણે કાળો ડ્રેસ અને ગળામાં સફેદ શાલ પહેરેલો જોવા મળે છે. વીડિયોમાં તેની ટીમનો એક સભ્ય હાથમાં સુંદર બુકે પકડેલો જોવા મળે છે. એવું લાગે છે કે શાહરૂખને ત્યાં તેના ચાહકો તરફથી સફેદ શાલ અને ફૂલો મળ્યા છે. ઠંડીના વાતાવરણ વચ્ચે શાહરૂખ ખાને ડંકી ફિલ્મનું શૂટિંગ કર્યું હતું. એવી અફવા છે કે તે આ ફિલ્મમાં પહેલા ક્યારેય ન જોયેલા અવતારમાં જોવા મળશે.
Shah Rukh Khan spotted entering the hotel in Sonamarg 👑 pic.twitter.com/CL7CBwsv9d
— Aryan (@tumhidekhonaa) April 24, 2023
શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી નું શુટીંગ
તમને જણાવી દઈએ કે, ફિલ્મ ડંકી માં શાહરુખ ખાન ની સાથે તાપસી પન્નુ પણ મહત્વની ભૂમિકામાં છે. શાહરૂખ અને તાપસી આ પહેલા લંડનમાં શૂટિંગ કરતા જોવા મળ્યા હતા. તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર લીક થયા હતા.
આ સમાચાર પણ વાંચો: Dunki OTT: રિલીઝ પહેલા જ શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી ના વેચાયા ઓટીટી રાઇટ્સ, અધધ આટલા કરોડ માં થઇ ડીલ