Site icon

ફિલ્મ ડંકી ના શૂટિંગ માટે કાશ્મીર પહોચ્યો હતો શાહરુખ ખાન, આ રીતે થયું હતું તેનું સ્વાગત

Shahrukh khan: સુપરસ્ટાર શાહરૂખ ખાન હાલ તેની ફિલ્મ જવાન ની સફળતા નો આનંદ માણી રહ્યો છે. હવે શાહરુખ ખાન રાજકુમાર હીરાની ની ફિલ્મ ડંકી માં જોવા મળશે જેના માટે શાહરુખ શૂટિંગ માટે કાશ્મીર ગયો હતો. કાશ્મીર થી શાહરુખ ખાન નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

shahrukh khan reached kashmir for rajkumar hirani film dunki shooting

shahrukh khan reached kashmir for rajkumar hirani film dunki shooting

News Continuous Bureau | Mumbai

Shahrukh khan: સુપરસ્ટાર શાહરૂખ ખાન ફિલ્મ પઠાણ થી ચાર વર્ષ પછી મોટા પડદા પર પાછો ફર્યો હતો. પઠાણ ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર ધમાલ મચાવી હતી. જવાનની સફળતા બાદ હવે તેના ચાહકો તેને રાજકુમાર હિરાની ની ડંકીમાં જોવા માટે ઉત્સુક છે. શાહરૂખ ખાને પહેલીવાર રાજકુમાર અને એટલી બંને નિર્દેશકો સાથે કામ કર્યું છે. હાલમાં તે રાજકુમાર હીરાની ની ફિલ્મ ડંકી ના શૂટિંગ માટે કાશ્મીર ગયો હતો, ત્યારબાદ તેના એક વીડિયોએ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી હતી.

Join Our WhatsApp Community

 

કાશ્મીર માં થયું શાહરુખ ખાન નું સ્વાગત 

શાહરુખ ખાન નો કાશ્મીર થી એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં જોઈ શકાય છે કે, શાહરુખ નું સોનામર્ગ ની એક હોટલમાં ભવ્ય સ્વાગત થઇ રહ્યું છે.. તે સંપૂર્ણપણે કાળો ડ્રેસ અને ગળામાં સફેદ શાલ પહેરેલો જોવા મળે છે. વીડિયોમાં તેની ટીમનો એક સભ્ય હાથમાં સુંદર બુકે પકડેલો જોવા મળે છે. એવું લાગે છે કે શાહરૂખને ત્યાં તેના ચાહકો તરફથી સફેદ શાલ અને ફૂલો મળ્યા છે. ઠંડીના વાતાવરણ વચ્ચે શાહરૂખ ખાને ડંકી ફિલ્મનું શૂટિંગ કર્યું હતું. એવી અફવા છે કે તે આ ફિલ્મમાં પહેલા ક્યારેય ન જોયેલા અવતારમાં જોવા મળશે.

શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી નું શુટીંગ 

તમને જણાવી દઈએ કે, ફિલ્મ ડંકી માં શાહરુખ ખાન ની સાથે તાપસી પન્નુ પણ મહત્વની ભૂમિકામાં છે. શાહરૂખ અને તાપસી આ પહેલા લંડનમાં શૂટિંગ કરતા જોવા મળ્યા હતા. તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર લીક થયા હતા. 

આ સમાચાર પણ વાંચો: Dunki OTT: રિલીઝ પહેલા જ શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી ના વેચાયા ઓટીટી રાઇટ્સ, અધધ આટલા કરોડ માં થઇ ડીલ

Aishwarya and Abhishek: 13 વર્ષ ની ઉંમર માં આરાધ્યા બચ્ચન બની કરોડપતિ, ઐશ્વર્યા અને અભિષેક એ દીકરી માટે આ જગ્યા એ ખરીદ્યો વીલા
Nita Ambani: ફાલ્ગુની પાઠક ના તાલે ઝૂમી નીતા અંબાણી, દાંડિયા કવીન સાથે ગરબા રમી ને ધૂમધામથી ઉજવ્યો દશેરા નો તહેવાર
KSBKBT 2 Spoiler: કયુંકી સાસ ભી કભી બહુ થી 2 માં સમાપ્ત થઇ મિહિર ની નારાજગી,ગુસ્સા માં આવી નોયના કરશે આ કામ, જાણો શો ના આગામી એપિસોડ વિશે
Kantara Chapter 1: ઋષભ શેટ્ટીની ફિલ્મ કાંતારા ચેપટર 1 એ 2025 ની તમામ બોલીવૂડ ફિલ્મોને છોડી પાછળ, ફિલ્મે કરી અધધ આટલી કમાણી
Exit mobile version