Shahrukh khan: વૈષ્ણોદેવી બાદ શાહરુખ ખાને લીધી આ ધાર્મિક સ્થળ ની મુલાકાત, દીકરી સુહાના સાથે કરી ફિલ્મ ડંકી ની સફળતા માટે પ્રાર્થના, જુઓ વિડીયો

shahrukh khan reached shirdi sai baba with daughter suhana

shahrukh khan reached shirdi sai baba with daughter suhana

News Continuous Bureau | Mumbai

Shahrukh khan: શાહરુખ ખાન માટે વર્ષ 2023 લકી સાબિત થયું છે. શાહરુખ  ની ફિલ્મ પઠાણ અને જવાન બાદ તેની ત્રીજી ફિલ્મ ડંકી આવતા અઠવાડિયે રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મ ની રિલીઝ પહેલા શાહરુખ ખાન માતા રાની ના આશીર્વાદ લેવા વૈષ્ણોદેવી ના દરબાર માં પહોંચ્યો હતો. હવે શાહરુખ ખાન તેની દીકરી સુહાના ખાન સાથે સાઈબાબા ના આશીર્વાદ લેવા શિરડી પહોંચ્યો છે. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

 

શાહરુખ ખાન દીકરી સુહાના સાથે પહોંચ્યો શિરડી 

શાહરુખ ખાને ત્રણ દિવસ પહેલા જ વૈષ્ણોદેવી ની મુલાકાત લીધી હતી. હવે શાહરુખ ખાન તેની ફિલ્મ ડંકી ની સફળતા માટે પાર્થના કરવા તેની દીકરી સુહાના ખાન સાથે શિરડી ના સાઈબાબા ની મુલાકાત લીધી હતી. આ દરમિયાન શાહરુખ ખાન સાથે તેની દીકરી સુહાના અને મેનેજર પૂજા દદલાની પણ જોવા મળ્યા હતા.શિરડી ના સાઈબાબા મંદિર માં શાહરુખ ખાને આરતી પણ કરી હતી અને બાબા ના આશીર્વાદ પણ લીધા હતા. શાહરુખ ખાન ના આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. 


શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી 21 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઇ રહી છે. જેમાં તે તાપસી પન્નુ સાથે જોવા મળશે. વિકી કૌશલ અને બોમન ઈરાની પણ આ ફિલ્મનો ભાગ છે. આ ફિલ્મનું નિર્દેશન રાજકુમાર હિરાનીએ કર્યું છે.

આ સમાચાર પણ વાંચો : Shahrukh khan: ડંકી ની સફળતા માટે શાહરુખ ખાને નમાવ્યું માતારાની ના ચરણોમાં શીશ, વૈષ્ણોદેવી પહોંચેલા કિંગ ખાન નો વાયરલ થયો વિડીયો

Exit mobile version