News Continuous Bureau | Mumbai
shahrukh khan lalbaugcha raja:સમગ્ર ભારતમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ખાસ કરીને બોલિવૂડ સ્ટાર્સ બાપ્પાના સ્વાગતમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. હાલમાં જ બોલિવૂડ નો બાદશાહ શાહરૂખ ખાન મુંબઈમાં પ્રખ્યાત ભગવાન ગણેશના પંડાલ લાલબાગચા રાજા ના દર્શન કરવા પહુચ્યો હતો. અહીં શાહરૂખે તેની તાજેતરની રિલીઝ થયેલી ફિલ્મ જવાન બ્લોકબસ્ટર હિટ થવા બદલ બાપ્પાના આશીર્વાદ લીધા હતા. આ દરમિયાન શાહરૂખ ખાન સાથે તેનો નાનો પુત્ર અબરામ ખાન અને તેની મેનેજર પૂજા દડલાની પણ જોવા મળી હતી.
લાલબાગ ચા રાજા ના દર્શન કરવા પહુચ્યો શાહરુખ ખાન
શાહરૂખ આ દિવસોમાં પોતાની ફિલ્મ ‘જવાન’ની સફળતાનો આનંદ માણી રહ્યો છે. શાહરૂખ ખાન તેના નાના પુત્ર અબરામ અને મેનેજર પૂજા દડલાની સાથે મુંબઈના પ્રખ્યાત લાલ બાગના રાજાના દરબારમાં પહોંચ્યો હતો. જ્યાં બંનેએ કપાળે તિલક લગાવી બાપ્પાના ચરણોમાં શીશ નમાવી તેમના આશીર્વાદ લીધા હતા. તમને જણાવી દઈએ કે શાહરૂખ દરેક વખતે શુભેચ્છાઓ સાથે અહીં પહોંચે છે અને ચોક્કસપણે પોતાની હાજરી દર્શાવવાનો પ્રયાસ કરે છે. આ વખતે જ્યારે તે અબરામ સાથે પંડાલમાં પહોંચ્યો ત્યારે તેના ચાહકોએ તેના પર ઘણો પ્રેમ વરસાવ્યો.
#WATCH | Shah Rukh Khan visits Lalbaugcha Raja in Mumbai to seek blessings from Lord Ganesh pic.twitter.com/NqIvMMi2uz
— ANI (@ANI) September 21, 2023
બાપ્પા ની ભક્તિ માં ડૂબેલો જોવા મળ્યો શાહરુખ ખાન
દર વર્ષની જેમ આ વર્ષે પણ શાહરૂખ ખાને ઘરે ગણપતિનું સ્વાગત કર્યું હતું. તે અંબાણીના ગણપતિની ઉજવણીમાં પણ ગયો હતો. તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. કિંગ ખાને અંબાણી ના ગણેશોત્સવ દરમિયાન બાપ્પાની આરતી કરી હતી. ત્યારબાદ ગઈકાલે તે તેના નાના પુત્ર અબરામ અને મેનેજર સાથે લાલબાગચા રાજા ના દર્શન કરવા પહુચ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Shahrukh khan nita ambani: મુકેશ અંબાણી ના ઘરે ગણપતિ બાપ્પા ના આશીર્વાદ લેવા પરિવાર સાથે પહુચ્યો હતો શાહરુખ ખાન, કિંગ ખાન ને જોઈને ઝૂમી ઉઠી નીતા અંબાણી, જુઓ વિડીયો