News Continuous Bureau | Mumbai
Dunki: શાહરુખ ખાન માટે 2023 લકી સાબિત થયું છે. શાહરુખ ખાન ની બે ફિલ્મો પઠાણ અને જવાન બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઇ હતી. હવે શાહરુખ ખાન ની આ વર્ષ ની ત્રીજી ફિલ્મ ડંકી રિલીઝ થઇ ગઈ છે. આ ફિલ્મ ને લઈને ચાહકો માં ઘણો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ દરમિયાન થિયેટર ની અંદરના અને થિયેટર ની બહાર ના ઘણા વિડીયો વાયરલ થયા હતા. આ દરમિયાન ફિલ્મ જોવા આવેલા ફેન્સનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા બાદ શાહરૂખ ખાન પણ પોતાની જાતને રોકી શક્યો નહીં અને તેને આ વિડીયો પર પોતાની પ્રતિક્રિયા આપી.
ફેન્સ ના વિડીયો પર શાહરુખ ખાને આપી પ્રતિક્રિયા
સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જે ખુબ મજેદાર છે. આ વિડીયો માં જોવા મળી રહ્યું છે કે શાહરુખ ખાન ના ફેન્સ ડંકી માં શાહરુખ ખાન ના પાત્ર હાર્ડી ના ગેટઅપ માં કુસ્તી કરતા જોવા મળે છે. આ રમુજી લડાઈ દરમિયાન તેઓ હાર્ડી-હાર્ડી ના નારા લગાવી રહ્યા છે. આ વીડિયો મુંબઈના એક થિયેટર ની બહારનો છે. આ અંગે શાહરૂખે પણ ફની પ્રતિક્રિયા આપી છે. શાહરુખ ખાને આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યું કે, ‘અરે હવે કમસે કમ ફિલ્મ જોવા તો જાવ કે બહાર કુસ્તી જ કરતા રહેશો. મૂવી જોવા જાઓ અને મને જણાવો કે તમને બધાને મજા આવી છે.’
Arre ab picture dekhne toh jao ya bahar hi kushti karte rahoge. Go in see the movie and tell me if u all enjoyed it. #Dunki https://t.co/axzMP8NZQN
— Shah Rukh Khan (@iamsrk) December 21, 2023
ફિલ્મ ડંકી ની વાર્તા ગેરકાયદેસર રીતે વિદેશ જતા લોકો અને તેમની પરિસ્થિતિની આસપાસ ફરે છે. આ શીર્ષક ડંકી ફ્લાય તરીકે ઓળખાતા ઇમિગ્રન્ટ્સ દ્વારા અપનાવવામાં આવેલા શબ્દનો ઉલ્લેખ કરે છે. ડંકી ને રાજકુમાર હિરાનીએ ડિરેક્ટ કરી છે.
આ સમાચાર પણ વાંચો : Shahrukh khan Dunki: શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી ને લઈને ફેન્સમાં જોવા મળ્યો જબરજસ્ત ક્રેઝ, સવાર ના 5.55 ના શો માં ચાહકો એ થિયેટર માં કર્યું આ કામ