Dunki: ફિલ્મ ડંકી જોવા આવેલા ફેન્સ નો થિયેટરની બહાર નો મજેદાર વિડીયો થયો વાયરલ, શાહરુખ ખાને પણ આ વિડીયો પર આપી ફની પ્રતિક્રિયા

Dunki: શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી રિલીઝ થઇ ગઈ છે. આ ફિલ્મ ને લઈને ચાહકોમાં ઘણો ઉત્સાહ જોવા મળ્યો હતો.હવે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો જોઈ શાહરુખ ખાને પણ વિડીયો પર પ્રતિક્રિયા આપી છે.

by Zalak Parikh
shahrukh khan reaction on dunki fans fighting kushti outside theater

News Continuous Bureau | Mumbai

Dunki: શાહરુખ ખાન માટે 2023 લકી સાબિત થયું છે. શાહરુખ ખાન ની બે ફિલ્મો પઠાણ અને જવાન બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઇ હતી. હવે શાહરુખ ખાન ની આ વર્ષ ની ત્રીજી ફિલ્મ ડંકી રિલીઝ થઇ ગઈ છે. આ ફિલ્મ ને લઈને ચાહકો માં ઘણો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ દરમિયાન થિયેટર ની અંદરના અને થિયેટર ની બહાર ના ઘણા વિડીયો વાયરલ થયા હતા. આ દરમિયાન ફિલ્મ જોવા આવેલા ફેન્સનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા બાદ શાહરૂખ ખાન પણ પોતાની જાતને રોકી શક્યો નહીં અને તેને આ વિડીયો પર પોતાની પ્રતિક્રિયા આપી.

 

ફેન્સ ના વિડીયો પર શાહરુખ ખાને આપી પ્રતિક્રિયા 

સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જે ખુબ મજેદાર છે. આ વિડીયો માં જોવા મળી રહ્યું છે કે શાહરુખ ખાન ના ફેન્સ ડંકી માં શાહરુખ ખાન ના પાત્ર હાર્ડી ના ગેટઅપ માં કુસ્તી કરતા જોવા મળે છે. આ રમુજી લડાઈ દરમિયાન તેઓ હાર્ડી-હાર્ડી ના નારા લગાવી રહ્યા છે. આ વીડિયો મુંબઈના એક થિયેટર ની  બહારનો છે. આ અંગે શાહરૂખે પણ ફની પ્રતિક્રિયા આપી છે. શાહરુખ ખાને આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યું કે, ‘અરે હવે કમસે કમ ફિલ્મ જોવા તો જાવ કે બહાર કુસ્તી જ કરતા રહેશો. મૂવી જોવા જાઓ અને મને જણાવો કે તમને બધાને મજા આવી છે.’


ફિલ્મ ડંકી ની વાર્તા ગેરકાયદેસર રીતે વિદેશ જતા લોકો અને તેમની પરિસ્થિતિની આસપાસ ફરે છે. આ શીર્ષક ડંકી ફ્લાય તરીકે ઓળખાતા ઇમિગ્રન્ટ્સ દ્વારા અપનાવવામાં આવેલા શબ્દનો ઉલ્લેખ કરે છે. ડંકી ને  રાજકુમાર હિરાનીએ ડિરેક્ટ કરી છે.

આ સમાચાર પણ વાંચો : Shahrukh khan Dunki: શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી ને લઈને ફેન્સમાં જોવા મળ્યો જબરજસ્ત ક્રેઝ, સવાર ના 5.55 ના શો માં ચાહકો એ થિયેટર માં કર્યું આ કામ

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More