News Continuous Bureau | Mumbai
The archies:ઝોયા અખ્તર ની ફિલ્મ ધ આર્ચીઝ નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. આ ફિલ્મ થી સુહાના ખાન, ખુશી કપૂર અને અગસ્થ્ય નંદા ડેબ્યુ કરી રહ્યા છે. આ ફિલ્મ ના ટ્રેલર ને દર્શકો તરફ થી સારી પ્રતિસાદ મળી રહ્યો છે. આ કડી માં હવે શાહરુખ ખાન નું નામ પણ જોડાઈ ચૂક્યું છે. શાહરુખ ખાન ની દીકરી આ ફિલ્મ થી ડેબ્યુ કરી રહી છે. શાહરૂખ ખાને આખી ટીમના વખાણ કર્યા છે.
શાહરુખ ખાને કર્યા ધ આર્ચીઝ ના વખાણ
શાહરુખ ખાને તેના ટ્વીટર એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી ધ આર્ચીઝ ના ટિમ ના વખાણ કર્યા છે. શાહરુખ ખાને પોસ્ટ માં લખ્યું કે, “કાલાતીત પાત્રો સાથેની સમકાલીન વિષય…ધ આર્ચીઝને કાલ્પનિક વિશ્વ તરીકે રજૂ કરવામાં આવી છે. ઝોયાએ આટલી નિર્દોષતા અને ગુણવત્તા સાથે ફિલ્મ બનાવી છે…કદાચ પર્યાવરણ પ્રત્યે આપણા વિશ્વનું વલણ જવાબદાર હોઈ શકે તે કરતાં વધુ છે. આ સુંદર અને અર્થપૂર્ણ મનોરંજક ફિલ્મ સાથે જોડાયેલી આખી ટીમ ને શુભકામનાઓ” .
A contemporary subject with timeless characters #TheArchies… thrown into a world that is very fable like. Zoya has created such an innocent and pristine quality to the film….maybe just like our world could be with a more responsible outlook towards the environment. All the best… pic.twitter.com/kjg9UYpd5i
— Shah Rukh Khan (@iamsrk) November 9, 2023
તમને જણાવી દઈએ કે, ધ આર્ચીઝ એ લોકપ્રિય આર્ચી કોમિક્સનું ભારતીય રૂપાંતરણ છે.આ ફિલ્મ Netflix પર 7 ડિસેમ્બરે પ્રીમિયર થશે.
આ સમાચાર પણ વાંચો : The Archies trailer : ઝોયા અખ્તરની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ધ આર્ચીઝ’નું ટ્રેલર થયું રિલીઝ, સુહાના ખાન થઈ ટ્રેન્ડ