Site icon

વિરાટ કોહલી અને જાડેજા પર ચઢ્યો ‘પઠાણ’ નો રંગ, ક્રિકેટર ના હુક અપ સ્ટેપ પર શાહરુખ ખાને આપ્યું રિએક્શન

વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાના ડાન્સથી પ્રભાવિત થઈને શાહરૂખ ખાને જવાબ આપ્યો, "તેઓ મારા કરતા વધુ સારું કરી રહ્યા છે!! વિરાટ અને જાડેજા પાસેથી શીખવું પડશે!!!" તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને ચાહકો પણ આ વીડિયો પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

shahrukh khan reacts on virat kohli and jadeja dancing on pathan hookup step

વિરાટ કોહલી અને જાડેજા પર ચઢ્યો ‘પઠાણ’ નો રંગ, ક્રિકેટર ના હુક અપ સ્ટેપ પર શાહરુખ ખાને આપ્યું રિએક્શન

News Continuous Bureau | Mumbai

શાહરૂખ ખાને તાજેતર માંજ #AskSRK સત્ર યોજ્યું હતુંઅને ચાહકોના પ્રશ્નોના રમુજી જવાબો આપ્યા હતા. બોલિવૂડના સુપરસ્ટાર્સ શાહરુખ ખાન પોતાના ફેન્સના વખાણ કરવામાં જરાય ખચકાટ નથી થતો. આ દરમિયાન ચાહકોએ વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાનો એક વીડિયો શેર કર્યો જેમાં બંને ભારતીય ક્રિકેટરો પઠાણના ટાઈટલ સોંગ પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. ચાહકોએ આ અંગે કિંગ ખાનની પ્રતિક્રિયા પૂછી હતી.

Join Our WhatsApp Community

 

વિરાટ અને જાડેજા ના ડાન્સ પર શાહરુખ ખાને આપી આવી પ્રતિક્રિયા 

વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાના ડાન્સથી પ્રભાવિત થઈને શાહરૂખ ખાને જવાબ આપ્યો, “તેઓ મારા કરતા વધુ સારું કરી રહ્યા છે!! વિરાટ અને જાડેજા પાસેથી શીખવું પડશે!!!” તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને ચાહકો પણ આ વીડિયો પર ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આ વીડિયો શનિવાર ની બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ મેચનો છે, જ્યાં ભારતે ઓસ્ટ્રેલિયાને ઇનિંગ અને 123 રનથી હરાવ્યું હતું. ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયા બેટિંગ શરૂ કરે તે પહેલા ભારતીય ટીમ કેટલાક ખેલાડીઓ ની રાહ જોતી જોવા મળી હતી. VCA સ્ટેડિયમમાં પઠાણનું ગીત ઝૂમ “જો પઠાણ” વાગવા લાગ્યું કે તરત જ વિરાટ કોહલીએ હૂક સ્ટેપ કરવાનો પ્રયાસ કર્યો જે ટીવી કેમેરામાં કેદ થઈ ગયો. તેઓ સાથે ડાન્સ કરતા રવિન્દ્ર જાડેજા પણ તેમની સાથે જોડાયા હતા.

 

બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે ફિલ્મ

પઠાણ રિલીઝના 20 દિવસ પછી પણ તેની કમાણી અટકવાનું નામ નથી લઈ રહી. અહેવાલો અનુસાર, સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત ફિલ્મે તેના ચોથા સોમવારે રૂ. 4.6 કરોડ (પ્રારંભિક અંદાજ) કમાયા હતા, જેનો અર્થ છે કે ફિલ્મ સ્થાનિક બોક્સ ઓફિસ પર રૂ. 480 કરોડની નજીક પહોંચી ગઈ છે.

Satish Shah Padma Shri: દિવંગત અભિનેતા સતીશ શાહને મરણોત્તર ‘પદ્મશ્રી’! ‘ઇન્દ્રવદન સારાભાઈ’ ના સન્માનથી રત્ના પાઠક અને રૂપાલી ગાંગુલી થયા ભાવુક
Esha Deol Border 2 Screening: બોર્ડર 2’ ની સ્ક્રીનિંગમાં જોવા મળ્યો દેઓલ પરિવારનો અતૂટ પ્રેમ, સની-બોબી અને ઈશા-અહાનાએ સાથે પોઝ આપી અફવાઓ ફગાવી
Anu Malik Music Copy Controversy: અનુ મલિકનું આ હિટ ગીત હોલીવુડની બેઠી કોપી હોવાનો દાવો, ૩૩ વર્ષ બાદ સોશિયલ મીડિયા પર નેટીઝન્સે લીધી ફિરકી; જાણો શું છે સત્ય
Mardaani 3 OTT Release Date: તૈયાર થઈ જાઓ! ‘મર્દાની 3’ ની OTT રિલીઝ ડેટને લઈને આવ્યું મોટું અપડેટ; જાણો કયા પ્લેટફોર્મે ખરીદ્યા રાઈટ્સ
Exit mobile version