News Continuous Bureau | Mumbai
Shahrukh khan: વર્ષ 2023 શાહરુખ ખાન માટે લકી સાબિત થયું હતું. વર્ષ 2023 માં શાહરુખ ખાન ની ફિલ્મ પઠાણ, જવાન અને ડંકી એ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઇ હતી. શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી આજે પણ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. તાજેતરમાં જ શાહરૂખ ખાનને ‘ઈન્ડિયન ઓફ ધ યર’નો એવોર્ડ આપવામાં આવ્યો છે. આ એવોર્ડ ફંક્શનમાં શાહરૂખ ખાને પોતાના ઈમોશનલ સ્પીચથી લોકો ને ભાવુક કરી દીધા હતા.
શાહરુખ ખાન ને મળ્યો ‘ઈન્ડિયન ઓફ ધ યર’નો એવોર્ડ
શાહરૂખ ખાને CNN ન્યૂઝ18 ઈન્ડિયન ઓફ ધ યર એવોર્ડ શોમાં લગભગ 10 મિનિટ જેટલી લાંબી ઈમોશનલ સ્પીચ આપી હતી આ સ્પીચમાં શાહરુખ ખાને ઘણા વિષય વિશે ઉલ્લેખ કર્યો હતો. જેમાં તેનો સંઘર્ષ, ફ્લોપ ફિલ્મો વગેરે જેવા ઘણા વિષયો પર વાત કરી હતી.
भारत के शाहरुख खान को जरूर सुनिए! आंख भर आएगी..👑🇮🇳
I don’t just feel like Indian of the year, I am an Indian of all the ages gone by. I will be the Indian of all the years to come. I am an Indian of all ages. @iamsrk #ShahRukhKhan𓀠 #IndianOfTheYear @MahaanSRK pic.twitter.com/1vLbzArPLg— Shikhar Negi (@ImshikharNegi) January 10, 2024
શાહરુખ ખાને કહ્યું, ‘હું કંઈક વિચિત્ર કહેવા જઈ રહ્યો છું, મેં મારી સ્પીચ લખી છે અને તેને ત્રણથી ચાર વખત ચેક કરવામાં આવી છે. જેથી હું કંઈ ખોટું ન બોલું. જો હું આમ કરું તો મને કહેવામાં આવે છે, પરંતુ હું હજુ પણ કહેવા માંગુ છું કે મને એવું નથી લાગતું કે હું ઇન્ડિયન ઓફ ધ યર છું, મને લાગે છે કે અત્યાર સુધી વીતેલા તમામ વર્ષોમાં હું ઇન્ડિયન રહ્યો છું અને આવનારા દરેક વર્ષનો ઇન્ડિયન રહીશ. મને ખરેખર લાગે છે કે હું તે સમયનો ઇન્ડિયન છું.’
આ સમાચાર પણ વાંચો : Bigg Boss 17: બિગ બોસ 17 ના વિજેતા નું નામ થયું લીક! અંકિતા લોખંડે, વિકી જૈન અને ઈશા ને પાછળ છોડી આ સ્પર્ધક બનશે વિનર
