News Continuous Bureau | Mumbai
Shahrukh khan: શાહરુખ ખાન ના ફેન્સ તેની આગામી ફિલ્મ ડંકી ની રાહ જોઈ રહયા છે. તાજેતરમાં શાહરૂખ ખાન દિલ્હીમાં એક ઈવેન્ટમાં પહોંચ્યો હતો. આ ઇવેન્ટ નો એક વીડિયો સામે આવ્યો છે. આ વિડીયો દરેક ને ભાવુક કરી દે તેવો છે. શાહરૂખ ખાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.
શાહરુખ ખાન નો વિડીયો
શાહરૂખ ખાન દિલ્હીમાં વિકલાંગ લોકો અને પેરાલિમ્પિયન્સ માટે કરવામાં આયોજિત કરવામાં આવેલા એક કાર્યક્રમમાં પહોંચ્યો હતો. આ ઇવેન્ટ દરમિયાન શાહરૂખ ખાને એક ખાસ કવિતા સંભળાવી હતી. શાહરુખ ખાને આ કવિતા વિકલાંગ લોકો અને પેરાલિમ્પિક્સમાં ભાગ લેનાર ખેલાડીઓને સમર્પિત કરી હતી. શાહરૂખની કવિતાની ભાવનાત્મક પંક્તિઓ આ પ્રકારની હતી, ‘જ્યારે તેનો જુસ્સો, તેની જીત બતાવે છે કે તે કેટલો સક્ષમ છે, માથું ઊંચું રાખે છે તે જાણે છે કે તે કેટલો સક્ષમ છે, પાણીના ઊંડાણો જાણે છે કે તે કેટલો સક્ષમ છે, દરેક અટકેલી આંખ જાણે છે કે તે કેટલો સક્ષમ છે.’
View this post on Instagram
શાહરુખ ખાન ના વર્ક ફ્રન્ટ ની વાત કરીએ તો કિંગ ખાન પઠાણ અને જવાન માં જોવા મળ્યો હતો. આ બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી. હવે શાહરુખ ખાન રાજકુમાર હીરાની ની ફિલ્મ ડંકી માં જોવા મળશે. ત્યારબાદ જાન્યુઆરી મહિના માં શાહરુખ ખાન ફિલ્મ કિંગ નું શૂટિંગ શરૂ કરશે. આ ફિલ્મ માં તેની સાથે પહેલીવાર તેની દીકરી સુહાના સ્ક્રીન શેર કરશે.