News Continuous Bureau | Mumbai
Shahrukh khan dunki:બોલિવૂડ એક્ટર શાહરુખ ખાન આજે તેનો 58 મોં જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ ખાસ અવસર પર શાહરુખ ખાને તેના ચાહકો ને એક ખાસ ભેટ આપી છે. શાહરુખ ખાને ફિલ્મ ડંકી નું ટીઝર રિલીઝ કર્યું છે. આ ટીઝર માં શાહરુખ ખાન અને તાપસી પન્નુ અલગ જ અવતારમાં જોવા મળી રહ્યા છે.
શાહરુખ ખાને શેર કર્યું ડંકી નું રિલીઝ
શાહરુખ ખાને તેના જન્મદિવસ પર ચાહકો ને ડંકી નું ટીઝર રિલીઝ કરી ને ખાસ ભેટ આપી છે. આ ટીઝર માં શાહરૂખ ખાન, વિકી કૌશલ અને તાપસી પન્નુ એક અલગજ અવતાર માં જોવા મળી રહ્યં છે. આ ટીઝર રિલીઝ થતા ની સાથે જ ની સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું છે. ફિલ્મના ટીઝરની શરૂઆતમાં શાહરૂખ ખાન કેટલાક લોકો સાથે ટ્રાવેલ કરતો જોવા મળે છે. આ પછી એક વ્યક્તિ લોકો પર ગોળીબાર કરે છે. પરંતુ ટીઝરમાં આ પછી બધું બદલાઈ જાય છે. ટીઝર રીલિઝ કરતા શાહરૂખ ખાને લખ્યું કે, ‘સાદા અને વાસ્તવિક લોકોની વાર્તા જે તેમના સપનાને પૂરા કરવાનો પ્રયાસ કરે છે. મિત્રતા, પ્રેમ અને સાથે રહેવાની કહાની… એક એવા સંબંધમાં જીવવાની કહાની જેનું નામ ઘર છે! હૃદય સ્પર્શી વાર્તાકારની હૃદય સ્પર્શી વાર્તા. આ પ્રવાસનો ભાગ બનવું એ સન્માનની વાત છે અને હું આશા રાખું છું કે તમે બધા અમારી સાથે આ પ્રવાસનો ભાગ બનો.’
A story of simple and real people trying to fulfill their dreams and desires. Of friendship, love, and being together… Of being in a relationship called Home!
A heartwarming story by a heartwarming storyteller. It’s an honour to be a part of this journey and I hope you all come… pic.twitter.com/AlrsGqnYuT— Shah Rukh Khan (@iamsrk) November 2, 2023
શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી ની વાર્તા
શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી ની વાર્તા ગેરકાયદેસર સ્થળાંતર ટેકનિક ‘ડંકી ફ્લાઇટ’ પર આધારિત છે. આ ફિલ્મમાં એવા સ્થળાંતર કરનારાઓની વાર્તા બતાવવામાં આવી છે કે જેઓ પોતાનો દેશ છોડીને વિદેશ જવા માટે મજબૂર થઈને પોતાનું જીવન સુધારે છે. આફિલ્મ માં શાહરુખ ખાન સિવાય તાપસી પન્નુ અને વિકી કૌશલ મુખ્ય ભૂમિકામાં છે.
આ સમાચાર પણ વાંચો : Anil kapoor: બોલિવૂડ અભિનેતા અનિલ કપૂરે જોઈ વિક્રાંત મેસી ની ફિલ્મ 12વી ફેલ, પોસ્ટ શેર કરી લખી આવી નોંધ