Shahrukh khan: મુન્નાભાઈ એમબીબીએસ અને 3 ઈડિયટ્સ માટે રાજકુમાર હીરાની એ કર્યો હતો શાહરુખ ખાન નો સંપર્ક, હવે કિંગ ખાને જણાવ્યું કે કેવી રીતે તેના હાથમાંથી સરકી આ સુપરહિટ ફિલ્મ

Shahrukh khan: શાહરૂખ ખાને ગઈકાલે તેનો જન્મદિવસ તેના ફેન્સ સાથે એક કાર્યક્રમ કરી ને ઉજવ્યો હતો. આ કાર્યક્રમ માં રાજકુમાર હીરાની પણ હાજર હતા. આ દરમિયાન શાહરુખ ખાને રાજકુમાર હીરાની ની ફિલ્મ મુન્નાભાઈ એમબીબીએસ અને 3 ઈડિયટ્સ વિશે વાત કરી હતી.

by Zalak Parikh
shahrukh khan reveal how he lost rajkumar hirani superhit film munna bhai mbbs and 3 idiots

News Continuous Bureau | Mumbai 

Shahrukh khan: શાહરૂખ ખાને ગઈકાલે પોતાનો 58મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ ખાસ દિવસ પર શાહરુખ ખાને તેની આગામી ફિલ્મ ડંકી નું ટીઝર રિલીઝ કરી ચાહકો ને ભેટ આપી હતી. તમને જણાવી દઈએ કે,આ ફિલ્મનું નિર્દેશન રાજકુમાર હિરાનીએ કર્યું છે. આ ઉપરાંત શાહરુખ ખાન અને રાજકુમાર હીરાની આ ફિલ્મ થી પ્રથમ વખત સાથે કામ કરી રહ્યં છે.ગઈકાલે શાહરુખ ખાને એક કાર્યક્રમ માં ભાગ લીધો હતો. આ દરમિયાન શાહરૂખે મુન્નાભાઈ એમબીબીએસ અને 3 ઈડિયટ્સમાં રાજકુમાર હીરાની સાથે કામ ન કરી શકવાની વાત કરી હતી. 

 

શાહરુખ ખાને ઉડાવી રાજકુમાર હીરાની ની મજાક 

શાહરૂખ ખાને પોતાના જન્મદિવસ પર તેના ફેન્સ માટે એક ઇવેન્ટ નું આયોજન કર્યું હતું. આ ઇવેન્ટ માં શાહરુખ ખાન સાથે ડંકી ના દિગ્દર્શક રાજકુમાર હિરાણી અને લેખક અભિજાત જોષી પણ જોવા મળ્યા હતા. આ કર્યક્રમ દરમિયાન રાજકુમાર હીરાની એ શાહરુખ ખાન ની સિરિયલ સર્કસ વિશે પણ વાત કરી હતી. ત્યારબાદ શાહરુખ ખાને ડંકી ના ડાયરેક્ટર રાજકુમાર હીરાની નો મજાક ઉડાવતા કહ્યું ‘જ્યારે રાજુ એ મને મુન્નાભાઈની વાર્તા સંભળાવી રહ્યા હતા ત્યારે મને લાગ્યું કે તે નવા ડિરેક્ટર છે, તે ચોક્કસ કરશે. મેં કહ્યું કે આપણે તે 6 મહિના, 8 મહિના પછી કરીશું. મેં કહ્યું કે હું 9 મહિના પછી કરીશ, તે ગયો. પછી તે 3 ઈડિયટ્સ માટે આવ્યો અને હજી એ એટલો મોટો ક્યાં થયો હશે?  હું મોટો થયો છું, જ્યારે તે 3 ઈડિયટ્સ પછી ચાલ્યો ગયો હતો, ત્યારે હું સમજી ગયો હતો કે તેની સાથે ચાન્સ ન લેવો જોઈએ કોવિડ બાદ મેં તેને પકડી રાખ્યો.’


તમને જણાવી દઈએ કે મુન્નાભાઈ માટે સૌપ્રથમ શાહરુખ ખાન નો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ તેને ના પાડતા આ ફિલ્મ માં સંજય દત્ત ને કાસ્ટ કરવામાં આવ્યો. આ ફિલ્મ વર્ષ 2003માં રિલીઝ થઈ હતી અને તે સુપરહિટ સાબિત થઇ હતી. ત્યારબાદ  3 ઈડિયટ્સ દરમિયાન પણ રાજકુમારે આમિર ખાન ના રોલ માટે શાહરૂખ ખાનને કાસ્ટ કરવાનું વિચાર્યું હતું, પરંતુ આ રોલ શાહરુખ દ્વારા નકારી કઢાતા આમિર ખાન પાસે ગયો. અને આ ફિલ્મ પણ સુપરહિટ સાબિત થઇ હતી.

આ સમાચાર પણ વાંચોઃ  Shahrukh khan birthday: શાહરુખ ખાન ના જન્મદિવસ પર સુપરસ્ટાર ની એક ઝલક મેળવવા મન્નત ની બહાર જામી ચાહકો ની ભીડ, કિંગ ખાને સિગ્નેચર પોઝ આપી કર્યા ફેન્સ ને ખુશ, જુઓ વિડીયો

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More