News Continuous Bureau | Mumbai
શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ રિલીઝ થતાની સાથે જ સફળતા નો આનંદ માણી રહી છે. પઠાણની સફળતા બાદ ફિલ્મની ટીમે સોમવારે એક કોન્ફરન્સ યોજી હતી. આ પહેલીવાર હતું જ્યારે પઠાણની ટીમ ફિલ્મને લઈને મીડિયા ને મળી હતી. અત્યાર સુધી ફિલ્મ સાથે જોડાયેલી તમામ ઘટનાઓ મેકર્સ સોશિયલ મીડિયા દ્વારા જ કરતા હતા. પઠાણનું ટ્રેલર લોન્ચ પણ યુટ્યુબ પર જ કરવામાં આવ્યું હતું.સુપરસ્ટાર શાહરૂખ ખાન સાથે અભિનેત્રી દીપિકા પાદુકોણ, જોન અબ્રાહમ અને નિર્દેશક સિદ્ધાર્થ આનંદ પણ પઠાણની કોન્ફરન્સમાં પહોંચ્યા હતા. કોન્ફરન્સ દરમિયાન, કલાકારો એ ચાહકોના ઘણા પ્રશ્નો ના જવાબો આપ્યા અને ફિલ્મ વિશેના તેમના અનુભવો શેર કર્યા. આ દરમિયાન શાહરૂખે હૃતિક રોશન અને દીપિકા પાદુકોણ ની ફિલ્મ ‘ફાઈટર’ વિશે પણ વાત કરી હતી.
શાહરૂખે જણાવી ફાઇટરની વાર્તા
‘પઠાણ’ ની કોન્ફરન્સમાં શાહરૂખને દીપિકાના એક્શન સીન વિશે એક સવાલ પૂછવામાં આવ્યો હતો. તેના જવાબમાં શાહરૂખે કહ્યું કે તેણે ‘પઠાણ’ માં અદ્ભુત એક્શન સીન્સ કર્યા છે. ‘ફાઈટર’ વિશે વાત કરતા કિંગ ખાને કહ્યું કે ‘ફાઈટર’ માં અસલી એક્શન હીરો દીપિકા પાદુકોણ છે, જેમાં હૃતિક માત્ર રોમેન્ટિક લીડ પ્લે કરી રહ્યો છે.શાહરૂખ ખાને મજાકમાં કહ્યું, “હું સાચું કહું છું, તે ટ્રેલરમાં પણ છે. દીપિકા એક વ્યક્તિને ગળે લગાવી ને લાત મારી રહી છે, મને લાગે છે કે આ મેં જોયેલું સૌથી સેન્સ્યુસ ફાઈટ સીન છે. મેં ફાઈટરની સ્ટોરી સાંભળી છે. ” દીપિકા વાસ્તવિક ફાઇટર છે, હૃતિક રોમેન્ટિક લીડ છે.
સિદ્ધાર્થ આનંદ કરી રહ્યા છે ફાઈટર નું નિર્દેશન
તમને જણાવી દઈએ કે આ ફિલ્મનું નિર્દેશન પણ ‘પઠાણ’ ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદ કરી રહ્યા છે. ફાઈટર માં હૃતિક રોશન અને દીપિકા પાદુકોણ મુખ્ય ભૂમિકા ભજવવાના છે. અનિલ કપૂર, કરણ સિંહ ગ્રોવર અને અક્ષય ઓબેરોય પણ ભારતની પ્રથમ એરિયલ એક્શન ડ્રામા ફિલ્મ ફાઈટર માં જોવા મળવાના છે. ફાઈટર આવતા વર્ષે 25 જાન્યુઆરી એ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.