News Continuous Bureau | Mumbai
Shahrukh khan: બોલિવૂડનો કિંગ ખાન પહેલીવાર Y+ સુરક્ષા સાથે જોવા મળ્યો હતો. શાહરૂખને કથિત રીતે જાનથી મારી નાખવાની ધમકીઓ મળ્યા બાદ મહારાષ્ટ્ર પોલીસે તેને Y+ સુરક્ષા આપી હતી. હાલમાંજ શાહરુખ ખાન ‘કુછ કુછ હોતા હૈ’ના સ્પેશિયલ સ્ક્રીનિંગ માટે કરણ જોહર અને રાની મુખર્જી સાથે મુંબઈના એક થિયેટરમાં પહોંચ્યો હતો. કુછ કુછ હોતા હૈની 25મી વર્ષગાંઠ નિમિત્તે આ ફિલ્મનું આયોજન કરવામાં આવ્યું હતું.
શાહરુખ ખાન Y+ સુરક્ષા સાથે પહોંચ્યો થિયેટર
શાહરુખ ખાન ને મહારાષ્ટ્ર સરકાર દ્વારા Y+ સુરક્ષા આપવામાં આવી છે હાલમાં શાહરુખ ખાન આ સુરક્ષા સાથે કુછ કુછ હોતા હૈ ના સ્પેશિયલ સ્ક્રિનિંગ માટે થિયેટર પૂછ્યો હતો જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, શાહરૂખ ખાન ને કડક સુરક્ષા હેઠળ મુંબઈના બાંદ્રા સ્થિત તેના રહેઠાણ મન્નતમાંથી નીકળતો જોવા મળી રહ્યો છે. થિયેટરમાં પણ તેના સ્વાગત સમયે, તેની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ચારેબાજુ અંગરક્ષકો દેખાતા હતા.
Royalty: King Sized! 👑❤️
King Khan spotted leaving his palace #Mannat to attend the KKHH event earlier ✨❤️@iamsrk#25YearsOfKKHH #ShahRukhKhan #RaniMukerji #KaranJohar pic.twitter.com/t6fZCBFnCB
— Shah Rukh Khan Universe Fan Club (@SRKUniverse) October 15, 2023
શાહરુખ ખાન ઉઠાવશે સુરક્ષા નો ખર્ચ
તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાનની સુરક્ષા માટે તૈનાત આ તમામ બોડીગાર્ડ ગ્લોક પિસ્તોલ, MP-5 મશીનગન અને AK-47 એસોલ્ટ રાઈફલથી સજ્જ હશે. આ સિવાય કિંગ ખાનના ઘરે ચાર પોલીસકર્મીઓ પણ દરેક સમયે તૈનાત રહેશે. તેની સુરક્ષાનો ખર્ચ શાહરૂખ પોતે ઉઠાવશે. દેશમાં ખાનગી સુરક્ષા હથિયારોથી સજ્જ ન હોઈ શકે, આ માટે પોલીસ સુરક્ષા હોવી જોઈએ.
આ સમાચાર પણ વાંચો : Alia bhatt trolled: NMACC ખાતે યોજાયેલા આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ સત્ર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી નું ભાષણ સાંભળી આલિયા ભટ્ટે કર્યું એવું કામ કે થઇ ગઈ ટ્રોલ