ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 ઑક્ટોબર, 2021
શુક્રવાર
બૉલિવુડ અભિનેતા શાહરુખ ખાનનો પરિવાર આ દિવસોમાં મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. અભિનેતાનો પુત્ર આર્યન ખાન રવિવારે મુંબઈથી ગોવા જઈ રહેલા જહાજ પર હાજર હતો, જ્યાં રેવ પાર્ટી ચાલી રહી હતી. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા પાર્ટી પર દરોડા પાડવામાં આવ્યા હતા, ત્યાર બાદ આર્યન NCBની કસ્ટડીમાં છે. NCB દ્વારા આર્યન ખાનની લાંબા સમય સુધી પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં આર્યને ડ્રગ્સ લેવાની કબૂલાત પણ કરી હતી. આવી સ્થિતિમાં એવું કહેવું ખોટું નહીં હોય કે શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની કારકિર્દી ફિલ્મી દુનિયામાં શરૂ થાય એ પહેલાં જ બરબાદ થઈ ગઈ છે. એ સાચું છે કે આર્યન ખાન તેના પિતાની જેમ સુપરસ્ટાર અભિનેતા બનવા માગતો નથી, પરંતુ તે ફિલ્મ નિર્માણમાં કારકિર્દી બનાવવા માગે છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે આર્યન ખાને વર્ષો પહેલાં જ બૉલિવુડમાં પ્રવેશ કર્યો છે. ચાલો તમને જણાવીએ કે આર્યન ખાને કઈ ફિલ્મોમાં કામ કર્યું છે.
કભી અલવિદા ના કહેના
બહુ ઓછા લોકો જાણે છે કે આર્યન ખાને બાળકલાકાર તરીકે બૉલિવુડમાં પ્રવેશ કર્યો હતો. તે તેના પિતા શાહરુખ ખાન અને પ્રીતિ ઝિંટાની ફિલ્મ ‘કભી અલવિદા ના કહેના’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેણે નાનો રોલ કર્યો હતો.
કભી ખુશી, કભી ગમ
ભાગ્યે જ કોઈ હશે જેણે શાહરુખ ખાનની ફિલ્મ 'કભી ખુશી, કભી ગમ' ન જોઈ હોય. આ ફિલ્મમાં શાહરુખની ભૂમિકાને ચાહકોએ ખૂબ પસંદ કરી હતી તેમ જ આ ફિલ્મમાં આર્યને તેના પિતા શાહરુખ ખાનના બાળપણની ભૂમિકા ભજવી હતી.
હમ હૈ લાજવાબ
આર્યન ખાને ફિલ્મોમાં પણ પોતાના અવાજની આવડત બતાવી છે. તેણે વર્ષો પહેલાં રિલીઝ થયેલી એનિમેટેડ ફિલ્મ 'હમ હૈ લાજવાબ'માં વૉઇસ ઓવર આર્ટિસ્ટ તરીકે કામ કર્યું હતું. ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં પોતાનો અવાજ આપ્યા બાદ આર્યને બેસ્ટ ડબિંગ ચાઇલ્ડ વૉઇસ આર્ટિસ્ટનો ઍવૉર્ડ પણ જીત્યો હતો.
'ધ લાયન કિંગ
આર્યન ખાને 'હમ હૈ લાજવાબ' પછી ફિલ્મ 'ધ લાયન કિંગ'માં પોતાના અવાજનો જાદુ બતાવ્યો. આર્યને આ ફિલ્મમાં પણ પોતાનો અવાજ આપ્યો હતો. તેણે ફિલ્મમાં સિમ્બાના પાત્ર માટે પોતાનો અવાજ આપ્યો હતો, જેને સારો પ્રતિસાદ મળ્યો હતો.
પઠાણ
શાહરુખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'પઠાણ' વર્ષ 2022માં રિલીઝ થશે. આ ફિલ્મમાં કિંગ ખાન સાથે જૉન અબ્રાહમ અને દીપિકા પાદુકોણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. બહુ ઓછા લોકો જાણે છે કે આ ફિલ્મમાં ઍક્શન સીન્સ બતાવવામાં આવશે, જેમાં શાહરુખ ખાનના પુત્ર આર્યને પણ ઘણા ઇનપુટ્સ આપ્યા છે.
નવાબ સૈફ અલી ખાનને મમ્મી શર્મિલા ટાગોર પટૌડી મિલકતનો હિસ્સો નથી આપતી; સૈફે કર્યો ખુલાસો