Site icon

ક્રુઝ ડ્રગ કેસમાં ક્લિનચીટ મળ્યા બાદ નાઈટ ક્લબ પહોંચ્યો આર્યન ખાન-પાર્ટી કરતો વીડિયો થયો વાયરલ

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન(Aryan Khan) લોકપ્રિય સ્ટાર કિડ છે. NCBએ 'ક્રુઝ ડ્રગ્સ' કેસમાં સ્ટારકીડને)drug case) ક્લીનચીટ આપી છે. આ દરમિયાન આર્યનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તે મુંબઈની (Mumbai)એક ક્લબમાં પાર્ટી(night club party) કરતો જોવા મળી રહ્યો છે. યુઝર્સ આના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Join Our WhatsApp Community

આર્યન ખાન ભલે સોશિયલ મીડિયા પર ઓછો એક્ટિવ હોય, પરંતુ તેની સાથે જોડાયેલી તસવીરો અને વીડિયો સામે આવતા રહે છે. આ વખતે જે વીડિયો સામે આવ્યો છે તેમાં શાહરૂખ ખાનનો પુત્ર આર્યન મિત્રો સાથે પાર્ટી(party with friends) કરતો જોવા મળ્યો હતો. વીડિયોમાં તે ડ્રિંક(drink) લેતો જોવા મળે છે અને તે પછી માસ્ક (mask)પહેરી લે છે. નોંધનીય છે કે, ગયા વર્ષે 3 ઓક્ટોબરના રોજ NCB દ્વારા એક ક્રુઝ પર દરોડા પાડીને આર્યન ખાનની ધરપકડ કરી હતી. બોમ્બે હાઈકોર્ટે (Bombay High court)તેની જામીન અરજી મંજૂર કરતા પહેલા આર્યનને 20 દિવસ જેલમાં પસાર કરવા પડ્યા હતા. તાજેતરમાં, આર્યનના વકીલે પુષ્ટિ કરી હતી કે કેસ બંધ થઈ ગયો છે અને સ્ટાર કિડ હવે મુક્ત(free) છે.

આ સમાચાર પણ વાંચો : કમાણીના મામલે બોલિવૂડની ટોપ એક્ટ્રેસ થી આગળ છે બોલિવૂડ ની દેશી ગર્લ – પ્રોપર્ટી જાણીને તમે દંગ રહી જશો

આર્યન ખાન આ દિવસોમાં એક OTT શોની સ્ક્રિપ્ટ(script) લખી રહ્યો છે. આર્યન થોડા અઠવાડિયા પહેલા ફિલ્મ 'ધ આર્ચીઝ'ના 9The Archies)સેટ પર જોવા મળ્યો હતો. આ ફિલ્મનું શૂટિંગ હિલ સ્ટેશન ઉટીમાં (Uti)કરવામાં આવ્યું હતું. સેટ પરથી આર્યન અને સુહાના ખાનની તસવીરો સામે આવી હતી. તમને જણાવી દઈએ કે સુહાના આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ(Bollywood Debut) કરી રહી છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગૌરી ખાન, ભાવના પાંડે અને મહિપ કપૂર કોફી વિથ કરણ 7માં સાથે જોવા મળશે. અહેવાલો અનુસાર, ગૌરી આમાં તેના પુત્ર આર્યન ખાન વિશે વાત કરી શકે છે.

Zarine Khan prayer meet: માતાને યાદ કરીને ભાવુક બની સુઝેન ખાન, આ મુશ્કેલ સમયમાં પૂર્વ પતિ હૃતિક રોશને આપ્યો ‘ભાવનાત્મક સાથ’
Dharmendra: ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય માટે ખાસ તૈયારી: હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પછી ઘરે જ બનાવાયો ICU, ૪ નર્સ અને ડૉક્ટર કરશે દેખરેખ!
Two Much With Kajol And Twinkle: કાજોલે લગ્નોને લઈને એવું શું કહ્યું કે ટ્વિન્કલ ખન્નાની બોલતી બંધ થઈ ગઈ?
Amitabh Bachchan: યારીની મિસાલ! ધર્મેન્દ્રને મળવા અમિતાભ બચ્ચન ઘરે પહોંચ્યા, ૮૩ વર્ષની ઉંમરે પોતે ડ્રાઇવિંગ કરતા દેખાયા!
Exit mobile version