બોલિવૂડના બાદશાહ એટલે કે શાહરૂખ ખાનનું ( shahrukh khan ) સ્ટારડમ જોઈને સર્વ કોઈએ વિચાર્યું જ હશે કે તેમનો પુત્ર આર્યન ખાન ( aryan khan ) પણ હીરો તરીકે બોલિવૂડમાં ( debut ) પ્રવેશ કરશે. પરંતુ આ વાત ખોટી સાબિત થઈ રહી છે કારણ કે શાહરૂખ ખાનનો પુત્ર આર્યન બોલિવૂડમાં એન્ટ્રી કરવાનો છે, પરંતુ હીરો તરીકે નહીં. આર્યન ખાન આ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક સ્ક્રિપ્ટ રાઈટર ( script writer ) અને ડિરેક્ટર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરવા જઈ રહ્યો છે અને અંતે તેણે તેની પહેલી સ્ક્રિપ્ટ પૂરી કરી છે. આર્યન ખાને પોતે સોશિયલ મીડિયા દ્વારા તેની સ્ક્રિપ્ટ પૂર્ણ થવાની માહિતી આપી છે, જેના પર તેના પિતાએ પણ કોમેન્ટ કરીને તેને પ્રોત્સાહિત કર્યો છે.
આર્યન ખાને પુરી કરી સ્ક્રીપ્ટ
છેલ્લા ઘણા દિવસોની ચર્ચા બાદ આખરે આર્યન ખાને પોતે જ સ્પષ્ટ કર્યું કે તે બોલિવૂડમાં પગ મુકવા જઈ રહ્યો છે. આર્યનએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક તસવીર શેર કરી છે, જેના દ્વારા તેણે દુનિયાને જણાવ્યું છે કે તેણે તેની સ્ક્રિપ્ટ પર કામ પૂર્ણ કરી લીધું છે. શેર કરેલા ફોટામાં પૂલ ટેબલ પર તેમના નામની પુસ્તિકા દેખાઈ રહી છે. આ સાથે ટેબલ પર રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટનું ક્લેપ બોર્ડ પણ જોવા મળે છે, જે સ્પષ્ટ કરે છે કે આર્યનની પહેલી સ્ક્રિપ્ટ તેના પિતાની પ્રોડક્શન કંપનીના બેનર હેઠળ બનાવવામાં આવશે. આર્યનએ આ પોસ્ટમાં પોતાના પ્રોજેક્ટનું નામ છુપાવ્યું છે. પરંતુ તેનો પ્રારંભિક અક્ષર દેખાઈ રહ્યો છે, જેના પરથી સ્પષ્ટ છે કે તેનો પ્રોજેક્ટ ‘A’ થી શરૂ થશે. આર્યનની આ તસવીર શેર કરતાની સાથે જ તેની પોસ્ટ પર કમેન્ટ્સનો દોર શરૂ થઈ ગયો હતો. કોમેન્ટ કરનારાઓમાં તેના માતા-પિતાના નામ પણ સામેલ છે. પુત્રની પોસ્ટ પર સૌપ્રથમ કોમેન્ટ કરતાં ગૌરી ખાને લખ્યું, ‘પ્રતીક્ષા નથી કરી શકતી.’ આ સાથે શાહરૂખ ખાને તેના પુત્રને પ્રોત્સાહિત કરતા કહ્યું કે, ‘વાહ… તમે વિચારી રહ્યા છો, તમે વિશ્વાસ કરી રહ્યા છો, સપના સાચા થશે. બસ હિંમત મારી પ્રાર્થના તમારી સાથે છે. આર્યનના માતા-પિતાની ટિપ્પણીઓ સિવાય, તેની પોસ્ટ પર બોલિવૂડની ઘણી મોટી હસ્તીઓની ટિપ્પણીઓ આવવા લાગી છે, જેઓ તેને અભિનંદન આપી રહ્યા છે.
View this post on Instagram
આ સમાચાર પણ વાંચો: પરેશ રાવલ સામે FIR, બંગાળી વિરોધી ગુજરાતમાં ભાષણ દરમિયાન કરી હતી ટિપ્પણી, ભારે પડી
શાહરુખ ખાન ની પૂરતી પણ કરવા જઈ રહી છે બોલિવૂડ ડેબ્યુ
તમને જણાવી દઈએ કે આર્યનની સાથે શાહરૂખ ખાનની દીકરી સુહાના પણ જલ્દી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. સુહાના ખાન ઝોયા અખ્તરની દિગ્દર્શિત ફિલ્મ ‘ધ આર્ચીઝ’થી અભિનયની શરૂઆત કરશે. આ રીતે શાહરૂખ ખાનના બંને બાળકો ટૂંક સમયમાં જ બોલિવૂડની દુનિયામાં પગ મુકવા જઈ રહ્યા છે.